344 એક્ટિવ કેસ: રાજકોટમાં વધુ 2 દર્દી વાયરસની ઝપટે
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વકરતા નિયંત્રણો લદાવવામાં આવ્યા છે. ત્યારે હાલ ગુજરાતમાં પણ કોરોનની સ્થિતિ ગંભીર દેખાઈ રહી છે. જેમાં ગઇ કાલે રાજ્યમાં વધુ 53 લોકો કોરોનાની ઝપટે ચડ્યા છે. પરંતુ હાલ કોઈ પણ દર્દીની
હાલત નાજુક ન હોવાથી એકપણ દર્દી વેન્ટિલેટર પર ન હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 53 કેસ નોંધાયા. 49 દર્દીઓ સાજા થયા. અમદાવાદમાં 32 , વડોદરા 10, સુરત – વલસાડ 3, આણંદ – મહેસાણા – તાપીમાં 1 કેસ, હાલ રાજ્યમાં કોઈ પણ દર્દી વેન્ટીલેટર પર નથી., જયારે 344 દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક 10, 944 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 12,25,515 પર પહોંચ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા તરફથી મળતી વિગત મુજબ મનપા વિસ્તારમાં ગઇ કાલે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલા છે. આ સાથે રાજકોટ શહેરના અત્યાર સુધીના કુલ સંક્રમિતોની સંખ્યા 63,721 થઈ છે. હાલ સારવાર હેઠળ 12 દર્દી છે, આજે કોઈ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. સાથોસાથ કોઈ પણ દર્દી વેન્ટિલેટર પર ક્ષ હોવાથી રાહતના સમાચાર મળી રહ્યા છે.