ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા કોરોનાના વંશ સૂત્ર એટલે કે જીનોમ સિક્વન્સની મહત્વની શોધ

ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે રાજકોટમાં વેન્ટિલેટર બનાવવામાં ગુજરાતીઓ સફળ રહ્યા ત્યાર બાદ PPE સુટ બનાવવામાં પણ સફળ રહ્યા ત્યારે ગુજરાતની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસની જીનોમ સિકવન્સ શોધી કાઢવામાં આવી છે જેને કારણે હવે કોરોનીની વેક્સિન અને દવા બનાવવામાં સરળતા રહેશે. ગુજરાતની સીએમઓ ઓફીસે ગઈકાલે જ એક મહત્વ ની જાણકારી આપી છે જે પુરા વિશ્વ માટે આશીર્વાદ રૂપ બનશે. ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટર દ્વારા કોરોનાનુ વંશ સુત્ર એટલે કે જીનોમ સીક્વન્સ શોધી લેવાયુ છે.

આ વંશસુત્ર મળતા જ વિશ્વ માટે માથા ના દુખાવા બનેલા કોરોના વાયરસ ની દવા, રસી, આડ અસર વગેરે તમામ બાબતો શોધવી સરળ બનશે.પાછલા ઘણા સમય થી વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોએ આ વાયરસ ની માહિતી મેળવવામાં નિરર્થકતા બતાવી હતી ત્યારે ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ દ્વારા કરવામા આવેલી આ શોધ ચોક્કસ પુરા માનવ જીવન ને આશીર્વાદ અર્પશે એ નક્કી છે.

સીએમ ઓફિસના ઓફિશિયલ ટ્વીટર પેજ સીએમઓ ગુજરાત તરફથી સત્તાવાર રીતે આ માહિતી આપવામાં આવી છે.

IMG 20200415 WA0031

ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GRBC)નાં વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે, દેશની એકમાત્ર રાજ્યની સરકારી લેબોરેટરી કે જેણે COVID19ની આખી જીનોમ સિક્વન્સ જાણી

લીધી છે અને તે કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા બનાવવા, વેક્સિન બનાવવામાં ખુબ જ ઉપયોગી નિવડશે.

બાયોટેક્નોલોજી ફિલ્ડમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટને પ્રમોટ કરવાનું કામ GRBC કરે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ૨૪ ઓગસ્ટ ૨૦૧૭ના

રોજ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GRBC)ની સ્થાપના કરવામાં

આવી હતી. બાયોટેક્નોલોજી ફિલ્ડમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટને પ્રમોટ કરવાનું કામ GRBC કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.