સુરેન્દ્રનગરમાં વધુ એક કોરોન નો કેસ સામે આવ્યો: લીંબડીના ગેડી ગામના તાલુકા પંચાયતના પ્રમુખને પોઝીટીવ કેસ સામે આવ્યો
જિલ્લામાં ૭૬ પોઝીટીવ કેસો અત્યાર સુધીમાં સામે આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે એક સુરેન્દ્રનગર જિલ્લા માટે ચિંતાનો વિષય બની જવા પામ્યો છે ત્યારે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે કોરોનાવાયરસ ને બધું પોઝિટિવ કેસ સામે આવ્યો છે સુરનગર જિલ્લાના લીંબડીના ગેડી ગામમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં ચકચાર ફેલાઇ જવા પામ્યો છે.
ત્યારે લીંબડી ના ગેડી ગામે રહેનાર હરપાલ સિંહ ઝાલા કે તે તાલુકા પંચાયતના પ્રમુખ છે. નો રિપોર્ટ આજે વહેલી સવારે પોઝિટિવ આવ્યો હશે ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસ ના 76 કેસો સામે આવ્યા પામ્યા છે ત્યારે વધુમાં વાત કરી તો જિલ્લામાં બે જ દિવસમાં કોરોના ના ૧૦ પોઝીટીવ કેસો સામે આવતા જિલ્લા માં એક પ્રકારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ત્યારે હાલમાં આ લીમડી ગામના ગેડી ગામના રહેવાસી ને કોરોના પોઝિટિવ આવતા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.