દીવ ગયા અઠવાડિયામાં કોરોના ના પ્રથમ બે કેસ નોંધાયા હતા. અને ગઈકાલે વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા પ્રશાસનની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. દીવ જિલ્લા કલેકટર સલોની રાય જણાવ્યું હતું કે મુંબઈના વિરાર થી ચાર સભ્યોનો પરિવાર ફ્લાઇટ દ્વારા ૧૩/૬/૨૦૨૦ ના રોજ દીવ આવી પહોંચ્યો હતો. પરિવારના ચાર સભ્યોના કોવિડ-૧૯ માટે ના સેમ્પલ લેવામાં આવ્યા હતા.અને તેમને દિવના ઘોઘલા સર્કિટ હાઉસ ખાતે ફેસીલીટી કવોરનટાઇન કરવામાં આવ્યા હતા. તેમાંથી ગઈકાલે એક ૧૬ વર્ષીય છોકરી નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને દીવ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે તેમજ તેની સાથે તેના પરિવારના અન્ય ત્રણ સભ્યો દીવ સરકારી હોસ્પિટલ ખાતે માટે ખસેડવામાં આવ્યા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત