બંને યુવાનો સહિત ૧૩ વ્યકિત કવોરેન્ટાઈન કરાયા
દીવ ઘોઘલા માં મુંબઈથી આવેલા બે યુવાનો કોરોના પોઝિટિવ આવતા દીવમાં આગળના ત્રણ કેસ સાથે કુલ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. બંને યુવાનો તેમજ તેના સંપર્કમાં આવેલા કુલ ૧૩ વ્યક્તિઓની દીવ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
દીવ જિલ્લા કલેકટર સલોની રાયે જણાવ્યું હતું કે તારીખ ૧૧ના રોજ મહારાષ્ટ્ર ખારા દાંડા મુંબઈ થી છ સભ્યો નો પરિવાર દીવ આવી પહોંચ્યો હતો. તુરંત જ તેઓ ની ફેસીલીટી કોરોનટાઇન કરી અને તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા એ રિપોર્ટ નેગેટીવ આવતા તારીખ ૧૬ ૬ ૨૦૨૦ ના રોજ બીજા સેમ્પલ લઈ અને તેઓને ઘોઘલા સારા નગર મા તેમના ઘરે કોરોનટાઈમ કરવામાં આવ્યા હતા. પરંતુ એમાંથી બે યુવાનો રિપોર્ટ તારીખ ૧૯ ૬ ના રોજ પોઝિટિવ આવતા બંને યુવાનોને તેમજ તેના પરિવારના સભ્યો અને તેના કોન્ટેક્ટમાં આવનારા અન્ય વ્યક્તિઓ સહિત કુલ મળીને ૧૩ વ્યક્તિઓને દીવ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ મૂકવામાં આવ્યા.
દીવ કલેક્ટર સલોની રાય. એસપી હરેશ્વર સ્વામી, ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંહ, તેમજ અન્ય અધિકારીઓએ ધરાનગર વિસ્તારની મુલાકાત લીધી હતી. ઘોઘલા સારાંનગર વિસ્તારના અમુક ભાગને ક્ધટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે.