વૃધ્ધા વિદેશયાત્રાએ ગયા ન હોવા છતા કોરોનાના સંક્રમણમાં આવતા આરોગ્ય તંત્ર હાઇ-એલર્ટ
રાજકોટમાં ત્રણ પોઝિટીવ કેસ: જંગલેશ્ર્વરના યુવાનનો રિપોર્ટ ફરી પોઝિટીવ આવ્યો: વધુ ૧૫ શંકાસ્પદોના સેમ્પલ લેવાયા
દેશભરમાં કોરોનાની મહામારીને અટકાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પુરા દેશને લોકડાઉન કર્યુ છે. ત્યારે ગત અપ્તાહે રાજકોટમાં સૌપ્રથમ કોરોના પોઝિટીવ કેસ નોધાયા બાદ ગઇ કાલે એક જ દિવસમાં બે પોઝિટીવ કેસ આવતા આરોગ્ય તંત્ર હાઇ-એલર્ટ મોડમાં આવી ગયુ છે. જેમાં રાજકોટ કાલાવાડ રોડ પર રહેતા ૪૧ વર્ષીય યુવાન દુબઇથી આવ્યા બાદ કોરેન્ટાઇન ન કરતા તેમની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં સેમ્પલ ચકાણતા યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. અને જયારે જાગનાથ પ્લોટમાં રહેતા ૭૫ વર્ષીય વૃધ્ધા કોઇ પણ વિદેશ યાત્રાએ ન ગયા હોવા છતા તેમના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા કુલ ત્રણ પોઝટિવ કેસ રાજકોટમાં નોધાયા છે. જયારે ગઇ કાલે વધુ ૧૫ લોકોને આઇઓલેશન વોર્ડમાં ખસેડી સેમ્પલ ચકાસવા જામગર ખાતે મોકલવામાં આવ્યા છે.
રાજકોટમાં કાલાવાડ રોડ પર રહેતા અને બિલ્ડર કામકાજ સાથે સંકળાયેલા ૪૧ વર્ષીય યુવાન દુબઇ કામકાજ માટે ગયા બાદ ૧૮મીએ પરત આવતા તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે રિપોર્ટ કરાવવા જતા તેઓને કાંઇ ખાસ ન હોવાનુ કહી ઘરે પરત મોકલી દીધા હતા. ત્યાર બાદ યુવાને તબિયતમાં સુધારો ન આવતા ખાનગી હોસ્પિટલમાં લોહીના સેમ્પલનો રિપોર્ટ કરાવતા યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. નાગરિક જાગૃત હોવાથી પોતે સામેથી જ ખાનગી હોસ્પિટલ દોડી જઇ રિપોર્ટ કરાવતા યુવાનને કોરોના પોઝિટવ રિપોર્ટ આવ્યો હતો. આ સાથે જ યુવાનને ખાનગી હોસ્પિટલમાં જ આઇસોલેશન વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે.
જયારે જાગનાથ પ્લોટમાં રહેતા ૭૫ વર્ષીય વૃધ્ધાને તબિયત બગડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ મેળવી જામનગર લેબલરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જયાં તેમનો રિપોર્ટ પોઝિટવ આવતા તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મૂજબ વૃધ્ધા કોઇ વિદેશીયાત્રા પરથી આવ્યા ન હોવા છતા શહેરમાં જ કોરોના લક્ષણોના સંક્રમણમાં આવતા આરોગ્ય તંત્ર હાય-એલર્ટ મોડ પર આવી ગયુ છે વૃધ્ધાને રાજકોટમાંથી કોઇ કોરોના ગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતા શહેરમાંથી જ કોરોનાના લક્ષણોના સંક્રમણમાં આવતા વૃધ્ધાને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના સંક્રમણમાં આવતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં કુલ ૩૮ કેસ પોઝિટીવ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ૧૩ અમદાવાદ શહેરમાં પોઝિટીવ કેસ નોંધાય છે. જયારે સૂરત-વડોદરામાં ૭-૭ પોઝિટીવ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં ૯ પોઝિટીવ કેસ, રાજકોટમાં ૩ પોઝિટીવ કેસ અને કચ્છ ૨ પોઝિટીવ કેસ સાથે કુલ ૩૮ પોઝિટીવ કેસ રાજ્યમાં નોંધાયા છે.
રાજકોટ શહેરમાં ગઈકાલે વધુ ૧૫ લોકોને આઈસોલેશન વોર્ડમાં શંકાસ્પદ હાલત પર દાખલ કરી તેઓનાં લોહીના સેમ્પલ મેળવી જામનગર ખાતે રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.જેમાં ૧૩ શંકાસ્પદ કેસ શહેરનાં અને ૨ ગ્રામ્ય વિસ્તારના હોવાનું જાણવા મલ્યું છે. અને ૧૨ શંકાસ્પદ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે ૩ શંકાસ્પદ દર્દીને ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
શહેરમાં એક જ દિવસમાં બે વધુ પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્યંતંત્ર દ્વાર બંને દર્દીઓનાં પરિવારજનો અને નજીકનાં સંબંધીઓને કોરેન્ટાઈનમાં ઓબ્ઝર્વેશન હેઠળ ખસેડવામાં આવ્યા છે. વૃધ્ધા કોઈ વિદેશ યાત્રાએ ન ગયા હોવા છતાં પણ કોરોનાના સંક્રમણમાં આવતા આરોગ્ય તંત્રએ હાઈ એલર્ટ પર નજીકનાં લોકોને અને યુવાનના પણ નજીકનાં લોકો જે હર રોજના સંપર્કમાં હોય તેવા ૧૦ વ્યકિતઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. દુબઈથી આવેલા યુવાન અને વૃધ્ધના રિપોર્ટ એક જ દિવસમાં બે કેસ પોઝીટીવ નોંધાતા રાજકોટમાં કુલ ૩ પોઝીટીવ કેસ નોંધાયા છે.
રાજકોટમાં હાલ કુલ ૪૯ દર્દીઓનાં શંકાસ્પદ આધારે કોરોના વાયરસના સેમ્પલ મેળવવામાં આવ્યા છે. ગજેમાંથી બે યુવાન અને એક વૃધ્ધાનો કેસ કોરોના પોઝીટીવ આવ્યા હતા જયારે ૨૮ લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને કુલ ૩ લોકોના રિપોર્ટ આવવાની રાહ છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૪ લોકોને કોરેન્ટાઈન અને ૧૬૯ લોકોને આરોગ્ય તંત્ર દ્વારા ઓબ્ઝવેશનમાં રાખવામાં આવ્યા છે. જયારે રાજકોટ શહેરમાં ૪૭૦ લોકો કોરેન્ટાઈન અને ૫૫૧ લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ દેખરેખમાં રાખવામાં આવ્યા છે. ગ્રામ્ય અને શહેરમાં કુલ ૧૩૨૪ કેસ ઓબ્ઝર્વેશનમાં છે.