તાજેતરમાં CBSE બોર્ડ દ્વારા ધો.10 અને 1રના વિદ્યાર્થીઓને પરીક્ષાનું કેન્દ્ર બદલવાની સુવિધા આપી હતી
દેશમાં કોરોનાના કેસો વધતાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) પરીક્ષામાં શામેલ થનારા વિદ્યાર્થીઓ માટે એક મોટી જાહેરાત કરી છે. સીબીએસઈના જણાવ્યા અનુસાર કોરોના વાયરસથી સંક્રમિત આવતા વિદ્યાર્થીઓ ગમે ત્યારે પ્રેક્ટિકલ એક્ઝામ આપી શકે છે. હવે તેમને પ્રેક્ટિકલ પરીક્ષા માટે ચિંતા કરવાની જરૂર નથી.
સીબીએસઈ અનુસાર, જે વિદ્યાર્થીઓના ટેસ્ટ કોરોના પોઝિટીવ આવે છે, તેમને પ્રેક્ટિકલ પરીક્ષા સ્થગિત થશે અને લેખિત પરીક્ષા સમાપ્ત થયાં બાદ કરાવામાં આવશે. સાથે જ સીબીએસઈએ કહ્યુ હતું કે, જો કોઈ વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત આવે તો, તેને ઘર પર જ સેલ્ફ આઈસોલેશનની સલાહ આપવામાં આવે છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સીબીએસઈ બોર્જ તરફથી આ પ્રકારની જાહેરાત બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત થઈ છે. પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ નજીક આવી ગઈ છે, બીજી બાજૂ કોરોનાના કેસ વધી રહ્યા છે. વળી કોલકત્તામાં કેટલીય સ્કૂલોમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે જ 1ર ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ કરી દેવામાં આવી હતી. તો અન્ય સ્કૂલો પણ ટૂંક સમયમાં પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ કરવાનું વિચારી રહ્યા છે.
સીબીએસઈની આ જાહેરાતથી કેટલીય સ્કૂલોને મોટી રાહત મળશે. તથા વિદ્યાર્થીઓ પર દબાણ ઓછુ થશે. હાલમાં જ CBSEએ ધોરણ 10 અને 1ર બોર્ડની પરીક્ષા માટે એક્ઝામ સેન્ટર્સ બદલવાનો વિકલ્પ આપ્યો છે.