કોરોનાના દર્દીને ઢોરમાર મારવાની ઘટના અંગે અધિક્ષકની ચોખવટ
૪૦૦ થી ૫૦૦ દર્દીઓ નિયમીત સારવાર લઈ રહ્યાં છે જેની ખૂબ જ સારી રીતે પુરેપુરી સંભાળ લેવામાં આવતી હોવાનું જણાવતા અધિક્ષક
શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દી પ્રભાશંકર પાટીલને આરોગ્ય કર્મીઓ દ્વારા ઢોરમાર મરાતો હોવાનો વિડીયો વાયુવેગે વાયરલ થતા લોકોમાં અરેરાટી પ્રસરી છે. જો કે આ ઘટના બાદ દર્દીનું મોત નિપજતા મામલો ગંભીર બન્યો છે પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.પંકજ બુચે આ બાબતે કરેલી સ્પષ્ટતા મુજબ કોરોના દર્દી પ્રભાશંકર પાટીલને અન્ય બીમારીઓ સાથે સનેપાતની પણ બીમારી હતી. જેથી દર્દી પોતાને કંઈ અન્ય નુકશાન ન થાય તેવા હેતુથી દર્દીને સમજાવી કંટ્રોલ કરવાની કોશીષ કરવામાં આવી રહી હતી.
હોસ્પિટલના અધિક્ષક ડો. પંકજ બુચે જરૂરી સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ દર્દી કોવીડ પોઝીટીવ છે અને તેની સાથે તેમને ડાયાબીટીશ અને હાયપર ટેન્શનની બિમારી હતી. સદરહું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. તે સમયે તેમને માનસીક રોગ વિભાગના અભિપ્રાય મુજબ સનેપાતની બિમારી હતી. અને તે દોડાદોડી કરતાં હતા. તેમને નાંખવામાં આવેલ ઈન્ટ્રાવિનસ લાઈન અને રાઈલ્સ ટ્યૂબ પણ કાઢી નાંખવાના તેઓ સતત પ્રયત્ન કરતાં હતા. પોતે પહેરેલા કપડા બાબતે પણ તેઓ સચેત ન હતા. અન્ય દર્દીઓ તેમજ તેમને પોતાને પણ કદાચ તેઓ નૂકશાન પહોંચાડી દે તેવું તેમનું વર્તન સતત ડ્યુટી ઉપરના રેસીડન્સ તબીબોને જાણવા મળતું હતુ. તે બાબતે જ્યારે આ પરિસ્થિતિ તેઓને સમજાવીને કંટ્રોલ ન કરી શકાય તેવું લાગતા આ દર્દીને વ્યવસ્થિત સારવાર આપી શકાય અને તે પોતાને અને બીજાને નૂકશાન ન પહોંચાડી દે તેવા આશયથી તેમને સમજાવીને અને ત્યાર બાદ કોઈ પણ જાતની ઈજા પહોંચાડયા વિના આગળની સારવાર અને રીસ્ટ્રેનીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ તેઓને સાઈક્યાટ્રીસ્ટ વિભાગના સારવાર અને માર્ગદર્શન હેઠળ તેમને આપવામાં આવતા જરૂરી ઈન્જેક્શનો અને સબંધીત તમામ સારવાર કરવામાં આવી હતી.
તમામ દર્દીઓ પાસે સહકારની અપેક્ષા રાખતા ડો. પંકજ બુચએ વધુમાં જણાવ્યું હતુ કે, કોવીડ હોસ્પિટલ ઙઉઞ હોસ્પિટલ ખાતે આશરે ૪૦૦ થી ૫૦૦ દર્દીઓ નિયમિત સારવાર લઈ રહ્યાં છે. દરેક દર્દીની નર્સીંગ સ્ટાફ તથા વર્ગ – ૪ કક્ષાના હોય કે તબીબો હોય તે તમામ દ્વારા ખૂબ જ સારી અને પૂરે-પૂરી સંભાળ લેવામાં આવે છે.