રાજકોટ શહેર અને જિલ્લામાં સૌથી વધુ 34 કેસ નોંધાયા: રાજ્યમાં 1040 કેસ, 14 દર્દીઓના મોત
અબતક, રાજકોટ
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે વિદાય લઇ રહી છે. રાજ્યમાં કોવીડના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર હવે સંપૂર્ણ પણે ઓસરી ગયો છે ગઇકાલે સોમવારે ડબલ ડિજિટમાં કેસ નોંધાયા હતા. જો કે પાંચ દર્દીઓના કરૂણ મોત નિપજ્યા હતા જે રીતે હવે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તે જોતા હવે આગામી દિવસોમાં કોરોના નિયંત્રણો હળવા કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. રાજ્યમાં સોમવારે કોરોનાના કેસમાં જબરો ઘટાડો નોંધાયો હતો. 1040 કેસ નોંધાયા હતા અને 14 દર્દીઓના કરૂણ મૃત્યુ થયા હતા ગઇકાલે 2570 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. ગઇકાલે 158738 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
ગઇકાલે સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ ડબલ ડિજિટમાં પહોંચી ગયા હતા. સોમવારે રાજકોટ જિલ્લામાં 21 કેસ, અમરેલી જિલ્લામાં 14 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 13 કેસ, જામનગર કોર્પોરેશનમાં 9 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 7 કેસ, ગીર સોમનાથ જિલ્લામાં 6 કેસ, મોરબી જિલ્લામાં 6 કેસ, બોટાદ, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લા જ્યારે જુનાગઢ કોર્પોરેશનમાં એક-એક કેસ નોંધાયો હતો. કચ્છમાં પણ ગઇકાલે કોરોનાના માત્ર 25 કેસ જ નોંધાયા હતા. જે રીતે છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે આજે રાજ્યમાં કોરોનાના કેસનો ફિગર ત્રિપલ ડિજિટમાં આવી જશે. કેસમાં થઇ રહેલા ઘટાડાથી આગામી દિવસોમાં કોવિડ નિયંત્રણો હળવા કરી દેવામાં આવશે