રાજકોટમાં ૪૮ કલાકમાં ૨૧ દર્દીઓને કોરોના ભરખી ગયો
સૌરાષ્ટ્રમાં કોરોના કહેર વધી રહ્યો હોય તેમ એક દિવસમાં વધુ ૩૧૯ પોઝિટિવ કેસ અને ૧૯ ના મોત નિપજ્યા છે. જ્યારે રાજકોટમાં જ છેલ્લા ૪૮ કલાકમાં જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લેતા ૨૧ દર્દીઓના મોત નિપજ્યા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ કોરોના કહેર યથાવત રહ્યો છે.
કોરોનાની મહામારીમાં દેશભરમાં તહેવારોની ઉજવણી વનચિત રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ગઈ કાલે રાજકોટ શહેરી વિસ્તારોમાં વધુ ૮૦ અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૧૮ કેસ મળી કુલ ૯૮ પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક ૧૩૦૦ને પાર પહોંચ્યો છે. જ્યારે રાજકોટના વધુ ૫ દર્દીઓના કોરોનાને કારણે મોત નિપજ્યાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ છેલ્લા ૪૮ કલાકમાં રણકોતની જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત ૨૧ દર્દીઓના મોત નિપજતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ગઈ કાલે વધુ ૭૩ પોઝિટિવ કેસ અને ૨ દર્દીઓના મોત નિપજ્યા છે. જામનગર જિલ્લામાં વધુ ૩૯ પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક ૮૦૦ નજીક પહોંચી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં વધુ એક કોરોનાગ્રસ્ત દર્દીઓનું મોત નિપજ્યું છે અને વધુ ૩૭ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજકોટની કોવિડ હોસ્પિટલમાંથી ગોંડલ સબ જેલ કેદી ફરાર થતા પોલીસ તંત્રમાં દોડધામ
ગોંડલના ૫૦ જેટલા ચોરીના ગુનામાં પકડાયેલો રીઢો તસ્કર અને ગોંડલ સબ જેલનો કોરોના પોઝીટીવ કેદી આંનદગીરી હરિગીરી ગોસ્વામી રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગમાંથી સિક્યુરિટી ગાર્ડને ચકમો આપી ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. અગાઉ મૂળ ચોટીલા બે કેદી પણ સિક્યુરિટીની ટીમને નાશી છૂટ્યા હતા, તે પણ પોલીસ પકડ થી દૂર છે. ત્યારે વધુ એક ગોંડલ સબ જેલનો કેદી ભાગી જતા કોવિડ ૧૯ ની સિક્યુરિટીની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે ?
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેર અને ગ્રામ્ય પોલીસની ૫૦ જેટલી ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલા આનંદગિરી ગોસ્વામીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.જ્યાં વહેલી સવારે સિક્યુરિટી ટીમને ચકમો આપી નાશી છૂટ્યો હતો.આરોપી અગાઉ પણ ગોંડલના પોલીસ કર્મચારી વાઘા ભાઇ માલાભાઇ આપને પણ સિવિલ હોસ્પિટલમાં ધક્કો મારી પછાડી ડી પોલીસ જાપ્તામાંથી નાશી છૂટ્યો હતો. આજે ફરી બાવાજી શખ્સ નાશી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાયેલા બે દેવીપૂજક શખ્સો કોરોના પોઝરટીવ હોવા છતાં કોવિડ બીલડીગમાંથી નાશી છૂટ્યા હતા. આ ત્રણેય રીઢા ગુનેગારો જીવતા બોમ્બની માફક કેટલાકને ચેપ લગાડશે તે જોવાનું રહ્યું ?