રાજયમાં નવા 816 કેસ નોંધાયા: બે વ્યકિતઓને કાળમુખો કોરોના ભરખી ગયો: એકિટવ કેસનો આંક 5168 એ પહોચ્યો
રાજયમાં શહેરી વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ગુરુવારે રાજયના કોવિડના નવા 816 કેસ નોંધાયા હતા. જે પૈકી પર0 કેસ તો માત્ર કોર્પોરેશન વિસ્તારોમાં જ નોંધાયા છે. કાળમુખો કોરોના ગઇકાલે અમદાવાદ શહેરમાં બે વ્યકિતઓને ભરખી ગયો છે. એકિટવ કેસનો આંક 5168 એ આવી ગયો છે. જો કે હોસ્પિટલે દાખલ થનારા દર્દીઓની સંખ્યા ખુબ જ નહિવત છે તહેવારોના દિવસોમાં કોરોનાએ ફરી ઉપાડો લેતા નવી ઉપાધી ઉભી થઇ છે.રાજયમાં ગુરૂવારે કોરોનાના નવા 816 કેસ નોંધાયા હતા. 745 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં બે વ્યકિતઓના કરુણ મોત ઉનપજયા છે.
અત્યાર સુધીમાં રાજયમાં કોરોનાથી 10956 દર્દીઓના મોત નિપજયા છે. ગુરુવારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નવા 312 કેસ, સુરત કોર્પોરેશનમાં પર કેસ, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં પ1 કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 36 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં ર0 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 18 કેસ, અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 11 કેસ સહીત શહેરી વિસ્તારોમાં પર0 કેસ નોંધાયા છે.આ ઉપરાંત મહેસાણા જીલ્લામાં પ6 કેસ, વડોદરા જીલ્લામાં 40 કેસ, સુરત જીલ્લામાં 25 કેસ, કચછ જીલ્લામાં ર4 કેસ, પાટણમાં ર1 કેસ, વલસાડ જીલ્લામાં ર1 કેસ, આણંદ જીલ્લામાં 16 કેસ, ભરુચ જીલ્લામાં 1પ કેસ, રાજકોટ જીલ્લામાં 13 કેસ, નવસારી જીલ્લામાં 11 કેસ, મોરબી જીલ્લામાં 10 કેસ, બનાસકાંઠા જીલ્લામાં 8 કેસ, અમદાવાદ જીલ્લામાં 6 કેસ, અરવલ્લી જીલ્લામાં પ કેસ, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાંચ કેસ, ગાંધીનગર જીલ્લામાં પ કેસ, ખેડા જીલ્લામાં 3 કેસ, સુરેન્દ્રનગર જીલ્લામાં 3 કેસ, ભાવનગર, જામનગર, સાબરકાંઠા, તાપી જીલ્લામાં નવા બબ્બે કેસ, ગીર સોમનાથ અને પંચમહાલ જીલ્લામાં નવા એક-એક કેસ નોંધાયા છે.હવે તહેવારોની સીઝન શરુ થઇ ચૂકી છે ત્યારે કાળ મુખો કોરોનાએ ફરી ફુંફાડો મારવાનું શરુ કર્યુ છે. રાજયમાં સતત કેસમાં વધારો નોંધાય રહ્યો છે. આ રીતે જો કેસમાં વધારો થતો રહેશે તો સાતમ-આઠમના મેળા યોજવા કે કેમ? તેની સામે પણ મોટો પ્રશ્ર્ન આવીને ઉભો રહી જશે.