‘ગરીબી-નાબુદી’ની સમસ્યા અત્યાર સુધી આપણા દેશની સામે બહુ મોટો પડકાર છે. બીજો એટલો જ મોટો પડકાર રહ્યો છે ધર્મને નામે અઢળક ધન ખર્ચાય છે આપણા દેશની અતિ કઢંગી હાલતને વખતે માનવસેવાને જ પ્રાધાન્ય અપાય તો એ વધુ સમયાનૂચિત લેખાશે!
દરેક કક્ષાના શિક્ષકો સહિત આજે સૌ કોઈને લાગી રહ્યું છે કે, શિક્ષણનું ધોરણ ઘણું નીચું ગયું છે. અધ્યાપન, પરીક્ષા સંચાલન, પ્રવેશ નોકરી ભરતી, આર્થિક વ્યવસ્થા, અશિસ્ત જેવી શિક્ષણ પ્રક્રિયાના ઘણા બધા પાસાઓનાં સંદર્ભમાં સુધારણાને પૂરતો અવકાશ અને જરૂરીયાત પણ છે આ અંગે જો કોઈ ચર્ચા ગોઠવવામાં આવે તો ઢગલાબંધ સુચનો મલી શકે તેમ છે.. પરંતુ આ બધા સૂચનોને અમલમાં મૂકવા એ માત્ર મુશ્કેલ નહિ, પરંતુ આજના સમયમાં અશકય પણ લાગે છે.
શિક્ષણમાં સુધારણા લાવવા માટે પ્રથમઅને મુખ્ય ક્ષેત્ર તરીકે હાલ વર્ગમાં થતા શિક્ષણ કાર્યને વિચારવું જોઈએ આ માટેના બે કારણો છે. એક તો વર્ગ અધ્યાપન એ શિક્ષણ પ્રક્રિયાનું મુખ્ય અતિ અગત્યનું અને આવશ્યકઅંગ છે. બીજુ વર્ગમાં થતા અધ્યાપન કાર્ય સંબંધી સૌ કોઈને આજે ઉંડી નારાજગી છે. લોકો માને છે કે પ્રાથમિક શાળાથી માંડી યુનિવર્સિટી શિક્ષણમાં આજે ઘણી બધી જગ્યાએ શિક્ષણકાર્ય થતુ નથી અથવા તો જયા થાય છે ત્યાં પણ ખૂબ ઓછુ અને ઉતરતી કક્ષાનું થાય છે. શૈક્ષણીક સંસ્થાના વર્ગખંડો કરતા તો ટયુશન કલાસીઝમાં સારૂ ભણાવાય છે. તેથી જ તો ટયુશન કલાસીઝ વિદ્યાર્થીઓથી ઉભરાય રહ્યા છે. ખરેખર જોઈએ તો આ બાબત શિક્ષકો માટે અપમાનજનક છે. જો સમજીએ તો અને શિક્ષકો તરીકે શિક્ષણનાં પ્રત્યેક સ્તરે અધ્યાપન કરતા શિક્ષકોને વિચારવામાં આવ્યા છે.
લોકો આજે કહી રહ્યા છે કે અમારા સંતાનોને ભણાવી, નિયમિત ભણાવો, સારૂ ભણાવો, અરે વધુ ન ભણાવોતો કઈ નહિ પણ તમારા ભાગે આવેલું હોય અને તમે સ્વીકારેલું હોય તે તો ભણાવો, ‘દુ:ખની વાત એ છે કે સમાજનાં કેટલાક વર્ગોની તુલનામાં કંઈક સંતોષજનક આર્થિક વળતર મેળવનાર આજના ઘણા શિક્ષકો આ બાબતમાં દુર્લક્ષ સેવી રહ્યા છે. શિક્ષકોના ખોટા ભાગનાં હકકોનું કાયદા દ્વારા જયારે રક્ષણ કરાયું છે. ત્યારે હવે શિક્ષક નચિત બન્યો છે. પણ પોતાના કાર્યથી વિમુખ શા માટે છે તે સમજી શકાતું નથી.
વર્ગ અધ્યાપન પ્રત્યેની શિક્ષકોની બેદરકારીએ વિદ્યાર્થીઓમાં અશિસ્ત,પરીક્ષા, દુષણો, ટયુશન બદી જેવા કેટલાયે પ્રશ્ર્નો ઉભા કર્યા છે. બીજી રીતે કહીએ તો વર્ગ ખંડમાં નિયમિત અને અસરકારક રીતે શિક્ષણ કાર્ય થાય તો શિક્ષણનાં કેટલાકપ્રશ્રન્નો તો સહેલાઈથી ઉકેલી શકાય તેમ છે. આપણે જોઈએ છીએ કે સારી ગણાતી શૈક્ષણીક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય નિયમિત થાય છે સાથે સાથે તેના પ્રશ્ર્નો પણ ઓછા હોય છે.
શૈક્ષણીક સંસ્થાઓનાં વર્ગ ખંડોને અસંતોષજનક અધ્યાપન કાર્ય માટે જવાબદાર માત્ર શિક્ષકો જ હશે તેમ નથી. પરંતુ શિક્ષણ સુધારણાનો આ મુખ્ય પ્રશ્ર્ન છે તે તો સો કોઈએ સ્વીકારવું પડશે. આથી જ આ દિશામાં વિચારવા માટે શૈક્ષણીક સંસ્થાઓનાં સંચાલકોનાં અગ્રણીઓ ઉંડાણપૂર્વક વિચારી શકે અને અમલમાં મૂકી શકે તેવા સરકારશ્રક્ષના પ્રતિનિધિઓ અને વિવિધ કક્ષાના શિક્ષક મંડળોનાં નેતાઓએ સાથે બેસીને કંઈક નકકર અને વિધેયાત્મક નિર્ણયો લેવા જોઈશે કે જેથી પ્રત્યેક શૈક્ષણીક વર્ગ ખંડોમાં નિયમિત અને સારૂ અધ્યાપન કાર્ય થાય.