14 એપ્રિલની દુબઈની સ્પાઇસ જેટની ફ્લાઈટના તમામ મુસાફરો સંક્રમિત, અનેકના ભોગ લેવાયા
મૂળ રાજકોટના દુબઈ સ્થિત બોન્ટોન ટુર્સવાળા પીયૂષભાઈ પારેખના માતા- પિતા પણ આ ફ્લાઈટમાં થયા હતા સંક્રમિત, માતૃશ્રી નિરંજનાબેન પારેખ 36 દિવસ સામે કોરોના સામે લડ્યા બાદ જંગ હાર્યા
14 એપ્રિલની દુબઈની સ્પાઇસ જેટ ફ્લાઇટના તમામ મુસાફરો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાના અનેક મુસાફરોના ભોગ પણ લેવાય ગયા છે. આ ફ્લાઈટમાં સવાર મૂળ રાજકોટના દુબઈ સ્થિત બોન્ટોન ટુર્સવાળા પીયૂષભાઈ પારેખના માતા- પિતા પણ સંક્રમિત થયા હતા. જેમાંથી માતૃશ્રી નિરંજનાબેન પારેખનું નિધન થયું છે.
કોરોનાકાળમાં એરલાઈન્સને વિશેસ તકેદારી રાખવાનો આદેશ અપાયો હતો. છતાં એરલાઇન્સની બેદરકારીથી અનેક મુસાફરો કોરોનાથી સંક્રમિત થયા હોવાના બનાવો સામે આવ્યા છે. આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં દુબઈની સ્પાઇસ જેટની તા.14 એપ્રિલ ફ્લાઈટમાં સ્ટાફની બેદરકારીના કારણે તમામ મુસાફરો કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા.
મૂળ રાજકોટના હાલ દુબઈ સ્થિત બોન્ટોન ટુર્સવાળા પીયૂષભાઈ પારેખ કે જેઓ અનેકવિધ બિઝનેશ સાથે સંકળાયેલા છે અને જાહેર જીવનના અગ્રણી છે તેઓના પિતા અને માતા બન્ને આ ફ્લાઈટમાં સવાર હતા. બન્ને એરલાઇન્સની ઘોર બેદરકારીના કારણે કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાં તેઓના પિતા તો રિકવર થયા હતા. પણ તેમના માતા નિરંજનાબેન પારેખ 36 દિવસ સુધી કોરોના સામે લડતા રહ્યા અંતે તેઓએ ગત તા.26ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના નિધનથી પારેખ પરિવાર શોકગ્રસ્ત બન્યો છે.