બપોર સુધીમાં કોરોનાના માત્ર ૨૩ પોઝિટિવ કેસ, કુલ કેસનો આંક ૭૯૪૩, પોઝિટિવીટી રેઇટમાં પણ ઘટાડો
રાજકોટમાં હવે કોરોના ઘૂંટણિયે પડી ગયો છે. આજે બપોરે સુધીમાં કોરોનાના માત્ર ૨૩ કેસ જ નોંધાયા છે.સૌથી સારી બાબત એ છે કે રીકવરી રેઇટ ૮૯ ટકાની લગોલગ પહોંચી ગયો છે તો બીજી તરફ પોઝીટીવીટી રેઈટમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે.કુલ કેસનો આંક ૭૯૪૩ પહોંચ્યો છે.જેની સામે ૭૦૩૬ લોકો કોરોનાને હરવવામાં સફળ રહ્યા છે.
રાજકોટને કોરોના મુકત કરવા માટે મહાપાલિકા દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા ઘર આંગણે સેવાઓ આપવામાં આવે છે. કાલે ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૪૦૫૪૩ ઘર કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ૬ વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા. ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે, જેમાં સરેરાશ ૨૧૯ની ઓ.પી.ડી. સહીત ૧૦૯૩૩ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ ૧૯૦૯ વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાઈ હતી.શહેરીજનો માટે શરૂ કરાયેલી૧૦૪ સેવા અંતર્ગત કાલે ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન નંબર પર કુલ ૫૪ ફોન આવેલ હતા અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવી હતી. ગઇ કાલે શહેરના સરદાર હાઈટ્સ ગોંડલ રોડ, શ્રી રામ સોસાયટી આર.ટી.ઓ. પાસે, ઇન્ડિયન પાર્ક રૈયા રોડ, ભોજલરામ સોસાયટી સંત કબીર રોડ, રઘુવીર પાર્ક બેડીપરા, રોયલ પાર્ક કાલાવડ રોડ અને શાંતિનિકેતન પાર્ક કાલાવડ રોડના વિસ્તારોને માઈક્રો ક્ધટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.