કફર્યુ નિયમનો ભંગ કરતા આઠ શખ્સો ડ્રોનની નજરે ચડ્યા: 4.88 લાખનો દંડ વસૂલ્યો
કોરોનાનુ સંક્રમણ ખુબજ વધવા પામેલ છે જેમા બાળકોને પણ સંક્રમણ થવાના બનાવો જોવામાં આવેલ છે હાલમા હોસ્પીટલોમા બેડો ફુલ છે પરીસ્થીતી વીકટ ન બને તેમાટે કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે લોકોએ સ્વેચ્છીક જાગૃતી લાવવી ઘણીજ જરૂરી છે જેમકે સતત માસ્ક પહેરવુ, સેનેડાઇઝરનો ઉપયોગ, કામવગર બહાર નહી નીકળવુ, બને ત્યા સુધી જાહેર જગ્યામા જવાનુ ટાળવુ, વર્ક ફોર્મ હોમ જેવા નિયમોનુ ચુસ્તપણે પાલન કરવાથી સરકાર ની માર્ગદર્શીકાનુ પાલન કરવાથી પોતે તથા પોતાના પરિવારજનો સ્વસ્થ અને સુરક્ષીત રહી શકે છે.
કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે જેમા સરકાર ની માર્ગદર્શીકાનુ જાહેર જનતા ચુસ્તપણે પાલન કરે તેમજ કર્ફયુ નિયમનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહેલ છે જેમા તા.22/04/2021 ના રોજ શહેર પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કુલ – 138 કેસો, સોશ્યલડીસ્ટનસ ભંગના કુલ – 36 કેસો, જાહેરમા માસ્ક નહી પહેરના કુલ 488 લોકોને રૂ.4,88,000/- દંડ, જાહેરમા થૂંકનાર કુલ 22 લોકોને 11,000/- દંડ કરવામા આવેલ છે તેમજ તા.22/4/2021 ના કલાક 20/00 થી તા.23/4/2021 ના કલાક 06/00 કર્ફયુ સમય દરમ્યાન કર્ફયુ નિયમનો ભંગ અંગેના કુલ – 104 કેસો જેમા ડ્રોન કેમેરા મદદથી કુલ -8 કેસો કરવામા આવલ છે.
શહેર પોલીસ હંમેસા જાહેર જનતાની ખડેપગે રહેલ છે શહેર પોલીસ દ્વારા ઉપરોકત કરવામા આવેલ કેસો જોતા હાલની કોરોના સુરક્ષા માટે વાયરસની મહામારી નો ફેલાવો વધવા પામેલ છે તેમ છતા લોકો જાહેર જીવનમા બેદરકારી દાખવતા મળી આવે છે શહેર પોલીસ દ્વારા સરકાર ની માર્ગદર્શીકાનો ભંગ કરનાર લોકો વિરૂધ્ધ કાયદેસરની કરવામાં આવશે જેથી લોકોએ પોતે તથા પોતાના પરિવારજનો ને સ્વસ્થ અને સુરક્ષીત રાખવા માટે સરકાર ની માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરવા તથા પરિવારજનો ને પાલન કરાવવા અપીલ કરવામા આવે