દેશભરમા કોરોના વાઈરસ ઝડપભેર ફેલાઈ રહ્યો છે. જે સામે કેન્દ્રની મોદી સરકાર દ્વારા લોકડાઉન સહિતના વિવિધ સુરક્ષાત્મક પગલા લેવામાં આવ્યા છે.ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએમોદી સરકારને કોરોના વાઈરસ સામે હળવાશથી કામ લઈ રહ્યાનો આક્ષેપ કરીને આ મહામારી સામે ગંભીરતાથી કામ લઈને વધારે સારી સૂજજતાથી લડત આપવા જણાવ્યું હતુ રાહુલ ગાંધીએ ટવીટ કરીને પોતાનો આ અભિપ્રાય વ્યકત કર્યો હતો. રાહુલે કોરોના વાઈરસ સામે જંગ લડી રહેલા ડોકટરોને તેમની સુરક્ષા માટે જરૂરી એવા એનલ્પ માસ્કની પડી રહેલી તંગી અંગે ડો. કામના કકકરના ટવીટને રીટવીટ કરીને ડોકટરોને પડી રહેલી મુશ્કેલી અંગે ચિંતા વ્યકત કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસ ભારતમાં હજુ પ્રવેજયો હતો ત્યારે ૧૨મી ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીએ તેને ગંભીરતાથીલઈને મેડીકલ સાધનોથી સુસજજ થઈ જવા તથા દેશ અને દેશવાસીઓને આ મહામારીથી બચાવવા મોદી સરકારને અપીલ કરી હતી. રાહુલના ટવીટ બાદ કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પણ કોરોના વાઈરસ સામે દિવસરાત ખડષપગે સેવા આપી રહેલા ડોકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓ સ્વ. સુરક્ષા આપત મેડીકલ સાધનો જેવા એન-૯૫ માસ્ક, હાર્મીનેટ શુ?, ગ્લોવઝ, ગોગલ્સ, શુ કવર, વગેરે તુરંત ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી આવી સ્વ સુરક્ષાના સાધનો મેડીકલ ટીમને ન ફાળવી સરકાર અપરાધી કૃત્ય કરી રહ્યાનો આરોપ પણ સુરજેવાલાએ કયો હતો.