પરિવારજનોની સલાહને અવગણી સિવિલમાં દાખલ થઈ સ્વાસ્થ્યમાં સુધારો મેળવતા મનસુખભાઈ મારડિયા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી મનસુખભાઈ મારડિયા સારી રીતે સારવાર મેળવી રહ્યાં છે. તેઓ ખાતરીપૂર્વક જણાવે છે કે, ‘કોરોનાની સારવાર સિવિલ હોસ્પિટલમાં જ લેવીર જોઈએ’ તેઓ વધુમાં જણાવે છે કે, મને ગત રવિવારે તાવ આવતા બે દિવસ પ્રાથમિક દવા કરાવ્યા બાદ સ્વાસ્થ્ય બગાડતા પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જણાવ્યું હતું. પરંતુ મેં સરકારી હોસ્પિટલમાં જ સારવાર લેવા જણાવી દાખલ થઈ ગયા હતા. બે જ દિવસમાં મારી તબિયતમાં ખાસ્સો સુધારો જોવા મળ્યો છે, અને આવનારા બે-ત્રણ દિવસમાં મને સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવશે તેમ ડોક્ટરોએ જણાવ્યું છે. સિવિલમા તમામ દર્દીઓને મળતી સારવાર સુવિધાની જેમ મને પણ સંતોશકારક ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. ડોક્ટર દવારા સતત ખબર-અંતર પૂછવામાં આવે છે. અહીં સવારે ચા, નાસ્તો, બપોરે અને રાત્રે ભોજનની ઘરથી પણ ઉત્તમ વ્યવસ્થા છે.

મનસુખભાઇ કહે છે કે, ખાસ તો સિવિલની ચોખ્ખાઈ જોઈ મને ખુબ ગમ્યું છે. ખાનગી હોસ્પિટલ જેવી જ સાધન સુવિધા અહીં ઉપલબ્ધ છે, હું તમામ લોકોને અનુરોધ કરીશ કે કોરોના થાય તો અહીં જ સારવાર લેવા આવવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.