૨૦ હજારથી વધુ લોકોના મોત
ચીનના વુઆનમાંથી શરૂ થયેલી કોરોનાની મહામારી હવે અમેરિકાને યુરોપને સૌથી વધુ ધમરોળી રહી છે. સોમવારે ફ્રાન્સમાં કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક ૨૦,૦૦૦ને પાર થયા હતો આ આંકડાથી ફ્રાંન્સ કોરોનાની ખુવારીમાં ઈટલી, સ્પેન, અને યુએસ પછી ચોથા ક્રમે પહોચી ગયું છે. આ મહામારી કાબુમાં આવ્યા બાદ ફરીથી માથુ ઉંચકતી હોય તેમ એકાએક કોરોનાના દર્દીઓનાં ટપોટપ મૃત્યુ થવા લાગ્યા હતા.
કોરોના સંક્રમણનાં માહોલ વચ્ચે આઈસીયુમાં રખાયેલા દર્દીઓનાં ૧૨માં દિવસે મૃત્યુઆંક એકાએક જોખમી રીતે વધી રહ્યો છે. ફ્રાંન્સમાં એકમહિના પહેલા સંક્રમણને લઈને લોકડાઉન શરૂ કરવામાં આવ્યું હતુ.
ફ્રાન્સના જાહેર આરોગ્યવિભાગના મહાનિર્દેશક જેરોમ સોલોમને સમાચાર માધ્યમોને આપેલી માહિતીમાં જણાવ્યું હતુ કે કોરોનાનો મૃત્યુ આંક ૨.૮% જેટલો વધી ગયો છે. કુલ મૃત્યુઆંક ૨૦,૨૬૫ થયો છે. તેમાં રવિવારે જ ૨.૦%નો વધારો થયો હતો. વિશ્ર્વભરમાં આંટો લઈ ચુકેલા કોરોના વાયરસની ગંભીરતાને સમજવાનો કયાંક જગત જરૂરથી થાપ ખાઈ જ ગયું છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના પ્રવકતાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે વિશ્ર્વમાં ૧.૬૪ હજાર વ્યકિતઓને ભરખી જનાર કોવિડ ૧૯ વાયરસ અંગે અમે જગતને પહેલા દિવસે જ ચેતવી દીધું હતુ ડબલ્યુએચઓના મુક્ય થડેરોસ અપનોન ગેબરીંગોસસએ જણાવ્યું હતુ કે આ વાયરસસામે પ્રત્યેક વ્યકિતએ સાવચેતીની લડત આપવાની જરૂર છે. વ્હુએ અમેરિકાના વોશિંગ્ટન તંત્રએ આ બિમારી સામે ઘૂટણીયું ટેકવી દીધા હોવાનું આક્ષેપ કર્યો હતો. તેની સામે વ્હુના પ્રવકતાએ કહ્યું હતુ કે અમે તો આ વાયરસની ગંભીરતા અંગે સમગ્ર વિશ્ર્વને પ્રથમ સંક્રમીત કિસ્સા બહાર આવ્યા હતો. ત્યારથી જ આ રોગચાળાની ગંભીરતા વિશ્ર્વને સમજાવી દીધી હતી.