- 8 માસની બાળકીનો HMPV રિર્પોટ પોઝિટિવ આવતા દેશભરમાં ડરનો માહોલ
ચીનમાં હાહાકાર મચાવી રહેલા હયુમન મેટાપ્યુમોવાયરસનો ભારતમાં પણ પગ પેસારો થયો છે. બેંગાલુરૂમૉ આઠ માસની બાળકીને એચએમપીવી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હીમાં આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે.
બેંગાલરૂમાં છેલ્લા ઘણ દિવસથી તાવ સહિતની બિમારીથી પીડાતી આઠ માસની બાળકીનો એચએમપીવીના લોહીના નમૂના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો જે પોઝિટીવ આવ્યો છે. ચીનમાં હાહાકાર મચાવી રહેલા નવા વાયરસ એચએમપીવી નો પ્રથમ કેસ નોંધાતા દેશભરમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. કેન્દ્ર સરકાર પણ હવે આ નવા વાયરસ અંગે કોઇ માર્ગદર્શીકા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ચીનના કોરોના વાયરસે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો હતો. દરમિયાન નવા એચએમપીવીથી પણ વિશ્ર્વભરમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે. ભારતમાં ચીનના નવા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા ત્યારે ડર જોવા મળી રહ્યો છે. આ વાયરસ ભારતમાં કોરોનાની માફક વકરશે તો મોટો વિનાશ સર્જી દેશે તેવો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.
HMPVને વકરતો રોકવા દિલ્હીમાં માર્ગદર્શીકા જાહેર
દિલ્હીના આરોગ્ય અધિકારીઓએ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (એચએમપીવી) અને અન્ય વાયરસ સાથે સંકળાયેલી શ્વસન બિમારીઓ સામે સજ્જતા માટે એક એડવાઈઝરી જારી કરી છે. હોસ્પિટલોને કેસની જાણ કરવા, આઇસોલેશન પ્રોટોકોલનું પાલન કરવા અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. ચીનમાં શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો થયો છે.
દિલ્હીના આરોગ્ય અધિકારીઓએ રવિવારે હ્યુમન મેટાપ્યુમોવાયરસ અને અન્ય શ્વસન વાયરસ સંબંધિત સંભવિત સ્વાસ્થ્ય પડકારો માટે સજ્જતા સુનિશ્ચિત કરવા માટે એક એડવાઈઝરી જારી કરી હતી. એક નિવેદન અનુસાર, આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડો. વંદના બગ્ગાએ દિલ્હીમાં શ્વસન સંબંધી બિમારીઓને સંબોધવા માટેની તૈયારી અંગે ચર્ચા કરવા માટે રવિવારે મુખ્ય જિલ્લા તબીબી અધિકારીઓ અને ઓઇડીએસપી ના રાજ્ય કાર્યક્રમ અધિકારી સાથે બેઠક બોલાવી હતી.
ભલામણોના ભાગરૂપે, હોસ્પિટલોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ કેસોની આઇએચઆઇપી પોર્ટલ દ્વારા તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ કેસ માટે કડક આઇસોલેશન પ્રોટોકોલ અને સાર્વત્રિક સાવચેતીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે.
સચોટ દેખરેખ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોએ સારી કેસ અને લેબ-પુષ્ટિ ઈન્ફલ્યુએન્ઝા કેસોના યોગ્ય દસ્તાવેજો જાળવવા જરૂરી છે.
તેમને ઓક્સિજનની સાથે હળવા કેસોની સારવાર માટે પેરાસિટામોલ, એન્ટિહિસ્ટેમાઈન્સ, બ્રોન્કોડિલેટર અને કફ સિરપની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ચીનમાં શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો થવાના અહેવાલોને પગલે આ ભલામણો કરવામાં આવી છે.
ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ , નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના અપડેટ્સ ડેટા અનુસાર, શ્વસન સંબંધી બિમારીઓમાં કોઈ નોંધપાત્ર વધારાની ગેરહાજરીને સમર્થન આપે છે.