‘પહેલું સુખતે જાતે નર્યા’સ્વાસ્થ્યએ વ્યક્તિનો પાયો છે, આપણી બદલાતી જીવન શૈલી અનેક રોગોને આમંત્રણ આપે છે, બીન ચેપી રોગો કરતાં ચેપીરોગોમાં વિશેષ કાળજી લેવી આવશ્યક
હાલની કોરોના મહામારીમાં કેસ ઘટતા જાય છે. રસીપણ આવી ગઇ છે પણ કોરોના હજી આપણી આસપાસ છે. વિદેશોમાં સાવચેતીના ભાગરૂપે ફરી લોકડાઉનના પગલા ભરવા પડયા છે. ચેપીરોગોમાં વિશેષ દરકાર રાખવી જરૂરી છે. રોગથી વ્યક્તિના સામાજીક-માનસિક અને શારીરિક ક્ષમતા ઉ૫ર અસર પડે છે. માસ્ક સેનેટાઇઝર તથા સામાજીક અંતર હજી છ બાર મહિના અમલ કરવો જ પડશે. સ્વસ્થ શરીર, રોગપ્રતિકાર શક્તિમાં વધારો થવાથી આપણે રોગો સામે લડી શકીએ છીએ.
અત્યારે વ્યક્તિની આસપાસનું વાતાવરણ દુષિત પાણી, હવા, માખી-મચ્છર તેમજ જીવનશૈલી સાથે રોગકારક સુક્ષ્મ જીવાણું, વિષાણું બાબતે સાવચેતી રાખો તો તમને સલામતી મળે છે.
ચેપી રોગ એક વ્યક્તિ માંથી બીજી વ્યક્તિના શરીરમાં સીધા અથવા કોઇ માધ્યમથી સરે છે. ચેપી રોગોને સંક્રમક રોગ પણ કહેવાય છે. આવા સંજોગોમાં હાલના સમયમાં ચેપી રોગ નિયંત્રણમાં રહે તે માટે તે કેવી રીતે ફેલાય છે તે જાણવું જરૂરી છે.
રોગચાળા સમયે વ્યક્તિગત ભૂમિકા અને લોક સહયોગનું મહત્વ છે. જન સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો તોળાતો હોય ત્યારે તેને નિયંત્રણમાં લાવવા શિક્ષાત્મક પગલા લેવાની ફરજ પડે છે. આજે આ નોલેજ કોર્નરમાં ચેપી રોગો અને બીન ચેપી રોગો વિશે માહિતી આપી છે.
સ્વાસ્થ્યએ વ્યક્તિના જીવનનો પાયો છે. તેના ઉ૫ર તમામ પ્રકારના સુખ, શારીરિક શક્તિ અને સર્વાગી વિકાસ તેમજ સમૃદ્ધિ આધાર રાખે છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવત સ્વાસ્થ્યના મહિમાને અનુમોદન આપે છે.
‘સ્વાસ્થ્ય’એ તેનો સાચો અર્થ સમજયા વિના વારવાર વપરાતો શબ્દ છે. રોગ કે બીમારી તેનો વિરોધાભાસી શબ્દ છે. રોગ શબ્દનો અર્થ સરળતાથી સમજી શકાય છે. જયારે ‘સ્વાસ્થ્ય’નો અર્થ સમજવો અઘરો છે. તેથી જ આરોગ્ય કે સ્વાસ્થ્ય રોગની ગેરહાજરી કે બીમાર ન પડવું તેવો મર્યાદિત અર્થ કરવામાં આવે છે.
અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ: બાળકને રોગ અને રોગના પ્રકારો વિશે શીખશે. ચેપી રોગની વ્યાખ્યા, તેના જવાબદાર કારણો જાણશે. રોગના ફેલાવો કરતા વિવિધ માધ્યમો અને મુખ્ય ઘટકો વિશે જાણતા થશે. રોગચાળો અને રોગચાળા સમયે વ્યક્તિગત ભૂમિકા વિશે જાણતા થશે. વિવિધ ચેપીરોગો, તેના લક્ષણો, નિદાન, સારવાર અને સાવચેતી વિશે જાણતા થશે વિવિધ કેન્દ્રો પર વિનામૂલ્યે ઉપલબ્ધ તપાસ અને સારવાર વિશે જાણતા થશે.
રોગની વ્યાખ્યા: એવી શારીરિક સ્થિતિ કે જેમાં આખું શરીર કે તેનાં ભાગરૂપે એકાદ અવયવના કાર્યમાં વિક્ષેપ કે અવરોધ પેદા થાય છે. તેને રોગ કહે છે.
રોગથી વ્યક્તિની શારીરિક, માનસિક કે સામાજિક ક્ષમતા પર અસર થાય છે. પરિણામેએ વ્યક્તિની પોતાની ઇચ્છિત ક્ષમતા મુજબ કાર્યદક્ષતા દાખવી શકતી નથી.
રોગના પ્રકારો: રોગોને બે પ્રકારમાં વહેંચી શકાય છે.
એક ચેપી રોગ અને બીજો બિનચેપી રોગ.
ચેપી રોગો: ચેપી રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિના શરીરમાં સીધા અથવા કોઇ માધ્યમથી મદદથી સરે છે. તેને ચેપી રોગ કહેવાય છે. તેની ઉત્પતિ જીવાણું, વિપાણુ, ફૂલ જેવા પરોપજીવી નાના કે સૂક્ષ્મ જીવો વડે થાય છે. આ પ્રકારનાં રોગોમાં રોગ ફેલાવનાર જંતુઓ વ્યક્તિનાં શરીરમાં દાખલ થાય છે. ત્યારબાદ તે સંખ્યામાં વધે છે. જેની અસર સ્વરૂપે શારીરિક ક્ષમતા ઘટે છે. અને વિવિધ તકલીફો પેદા થાય છે. આમ ચેપી જીવાણુના સંસર્ગથી થતા રોગોને ચેપી રોગ કે સંક્રામક રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચેપી રોગની ક્રિયા: ચેપી રોગ નિયંત્રણમાં રહે તે માટે, તે રોગ કેવી રીતે થાય છે અને કેવી રીતે બીજામાં ફેલાય છે તે જાણવું જરૂરી છે. વ્યક્તિની બીમારી માટે અનેક કારણો જવાબદાર હોય છે. જેને મુખ્યત્વે ત્રપ પ્રકારમાં વહેંચી શકાય છે.
જવાબદાર કારણો: વ્યક્તિની આસપાસનું વાતાવરણ દુષિત પાણી, હવા, માખી મચ્છર જેવા જંતુઓ, વ્યક્તિ અને તેની જીવનશૈલી સામાજિક, આર્થિક સ્થિતિ વારસાગત લક્ષણો, રોગકારક સૂક્ષ્મજીવાણું ક્ષયરોગના જીવાણુ ફુલુ તાવના વિપાણું.
આપણા સ્વાસ્થ્ય પર આપણી ટેવો, ખોરાક, પર્યાવરણની અસર વર્તાય છે. કેટલીક વખત આપણા શરીરની ક્રિયાઓની ખામીઓ માનસિક કારણો કે રોગકારક સજીવોના ચેપને લીધે સ્વાસ્થ્ય જોખમાય છે. અને શરીરમાં રોગ પેદા થાય છે. આવો આપણે આવા કારણો (એજન્ટ)ને સમજીએ.
રોગકારકો (એજન્ટ): રોગકારકો સજીવ અથવા નિર્જીવ પદાર્થ, પ્રત્યક્ષ કે પરોક્ષબળ અને તેની હાજરી કે ગેરહાજરી, રોગોની ક્રિયા ચાલુ કરે છે. જેમ કે, જીવંત કે નિર્જીવ: વિષાણું, જીવાણુ અને બુલેટ પત્થર જેવા નિર્જીવ પદાર્થો.
પ્રત્યક્ષ કે પરોક્ષબળ: અકસ્માતમાં બળપૂર્વક વાગેલા ધકકાથી થતી ઇજા, મૂઢમાર, શારીરિક આઘાત, માનસિક આઘાત.
વધુ પડતી ચરબી: શરીમાં વધુ પડતી ચરબીની જમાવટના કારણે આવતી સ્થૂળતા, જાડાપણું.
ઉણપ કે ખામી: ખોરાકમાં જીવકો, ક્ષારો, ખનીજ, પ્રોટીન વગેરેની ઉણપ, કુપોષણ, ડાયાબિટિસ રોગને જવાબદાર ઇસ્યુલિનની ઉણપ.
યજમાન પરિબળ (હોસ્ટ ફેકટર)
રોગ પેદા થવા માટે જવાબદાર અથવા સંકળાયેલ પરિબળોને ‘યજમાન પરિબળ’ તરીકે ઓળખવામાંં આવે છે. આ પરિબળોના પરિણામે વ્યક્તિમાં રોગ લાગુ પડવાની સંભાવનામાં વધારો કે ઘટાડો થાય છે.
યજમાન પરિબળ તરીકે ગ્રાફીક ફેકટર, બાયોલોજીકલ લક્ષણો, સામાજિક/આર્થિક લક્ષણો, જીવનરીતિ (લાઇક સ્ટાઇલ)
ડેમોગ્રાફીક ફેકટર: રોગોની સંભાવના ઉંમર આધારિત પણ હોય છે. ખાસ કરીને બાળપણમાં ઓરી, પુખ્તાવસ્થામાં ડાયાબિટીસ અને વૃદ્ધાવસ્થામાં મોતિયો. જાતિગત રોગ જેવા કે સ્ત્રીઓમાં પાંડુરોગ અને પુરુષોમાં હૃદયરોગ.
બાયોલોજીકલ કારણો: બાયોલોજીકલ કારણો જેવા કે રતાંધળાપણું, હિમોફિલિયા જેવા દર્દો જીનેટીક ખામીને કારણે થાય છે.
સામાજિક/આર્થિક કારણો:
વ્યવસાય: કેટલાક વ્યવસાયો પણ આરોગ્યને અસર કરે છે. ઓકયુપેશનલ હેલ્થ હેઝાર્ડસ જેવા કે ફેફસાના દર્દો, ચામડીના દર્દો.
પોષણ: અલ્પ પોષણથી થતા રોગો અને અકરાંતિયાપણું અતિઆહારથી સ્થૂળતા.
તણાવ: તનાવયુકત સ્થિતિમાં કામ કરવાથી થતાં તણાવયુકત દર્દો જેવા કે લોહીનું ઉંચુ દબાણ, માનસિક રોગો, ડિપેશન.
જીવનરીતિ(લાઇફ સ્ટાઇલ): વ્યક્તિની જીવનરીતી પણ તેની આરોગ્યમય, અનારોગ્યમય સ્થિતિ માટે જવાબદાર પરિબળ છે. જેવા કે વ્યાયામનો અભાવ, રીતે રિવાજો, ટેવો, વર્તન, આચરણ વગેરે
પર્યાવરણીય પરિબળો: પર્યાવરણીય પરિસ્થિતિ
ભૌતિક પર્યાવરણ, જૈવિક પર્યાવરણ, સામાજિક વાતાવરણ
ભૌતિક પર્યાવારણ: પીવાલાયક ચોખ્ખું પાણી કે ન પીવા લાયક પ્રદુષિત પાણી, રહેઠાણની પરિસ્થિતિ, ઘન કચરો અને માનવમળનો નિકાલ વગેરેનો ભૌતિક પર્યાવરણમાં સમાવેશ થાય છે. જેવા કે હેપેટાઇટીસ-એ (કમળો), કોલેરા, ટાઇફોઇડ વગેરે.
જૈવિક પર્યાવરણ: આ સજીવનું વિશ્ર્વ છે. જેમાં પ્રાણીઓ, જંતુઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મદર્શક કાચમાં દશ્યમાના પરોપજીવીનો સમાવેશ થાય છે. જેવા કે પ્લેગ, મેલેરિયા કે ફાયલેરિયા
સામાજિક વાતાવરણ: જનસમુદાયમાં વર્તમાન સમગ્ર તથા સામાજિક પરિસ્થિતિ, શિક્ષણ, જીવનધોરણ, સંસ્કૃીત ટેવો, માન્યતાઓ અને વલણો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણા બધા રોગો પેદા કરવામાં સહયોગ આપે છે.
પર્યાવરણીય પરિસ્થિતિને કારણે પેદા થતા અને અટકાવી શકાય તેવા ઘણા રોગો છે જે પર્યાવરણ આધારિત છે. દરેક વ્યક્તિ પર્યાવરણ વચ્ચે જ જીવે છે.
રોગનો ફેલાવો કરતાં વિવિધ માધ્યમો
રોગકારક સુક્ષ્મજીવો, માનવસંસર્ગ
હવા, પાણી, મળ, ખોરાક, માખી, કીટકો, પ્રાણીઓનો સંસર્ગ, માનવશરીર
રોગ ફેલાવતાં મુખ્ય ઘટકો: રોગ ફેલાવતા મુખ્ય ઘટકો અને તેનાથી થતા રોગોમાં પ્રદૂષિત હવાથી ક્ષયરોગ, શરદી, ન્યુમોનિયા, ઓરી, અછપડાં, ઉટાંટિયું, ડિપ્થેરીયા,
પ્રદુષિત પાણીથી ઝાડા ઉલ્ટી, કોલેરા, કમળો, ટાઇફોઇડ, મરડો, કૃમી, બાળલકવો
પ્રદુષિત જમીનથી ધનુર, કૃમી, ઝાડા ઉલ્ટી
પ્રદુષિત ભોજનથી ઝાડાઉલ્ટી, કોલેરા, કમળો, ટાઇફોઇડ, મરડો, કૃમી, બાળલકવો
પ્રદુષિત કપડાંથી આંખો આવતી, નેત્ર ખીલ, ધાધર, ખસ, શ્ર્વસનતંત્રના રોગો
ચેપી રોગી વ્યક્તિથી શ્ર્વસનતંત્રના ચેપી રોગો, યૌન સંબંધી થતા રોગો, ખાસ, ધાધર
મચ્છરથી મેલેરિયા, ડેન્ગયુ, હાથીપગું, ચીકનગુનિયા
પ્રાણી, પશુ થી હડકવા, પ્લેગ જેવા રોગ થાય છે.