કોરોના વાયરસે વિશ્વ આખામાં હાહાકાર મચાવ્યો છે. જયારે વાયરસને નાથવા સરકાર રસીકરણ અભિયાનને વેગ આપી રહી છે, અને ડોક્ટરો અને તબીબી કર્મચારીઓ ખડે પગે કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. જયારે કોરોના વાયરસ વિશે તમિલનાડુંમાંથી અચંબિત કરતી એક બાબત સામે આવી છે.

Coron Temple
તામિલનાડુના કોંયબટૂરમાં લોકોએ કોરોના દેવીનું મંદિર બનાવ્યું છે. મંદિરમાં તે લોકો દ્વારા પૂજા, અર્ચના કરવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ કોંયબટૂરના બહારના ભાગમાં આવેલું કામચીપુરમમાં કરવામાં આવ્યું છે.

આદિનામના અધિકારીએ માહતી આપતા કહ્યું કે, ‘કામચીપુરમમાં કોરોના દેવીની એક કાળા પથ્થરની મૂર્તિ મુકવામાં આવી છે, જે 1.5 ફૂટ લાંબી છે. ત્યાંના લોકોને વિશ્વાસ છે કે, કોરોનાની દેવી બધાને આ ગંભીર બીમારીથી બચાવશે. આ મંદિર પહેલા પણ કેરળના કોલ્લમ જિલ્લામાં કોરોના માતાનું મંદિર બનાવામાં આવ્યું હતું.

પ્લેગ વખતે પણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું

આ પહેલી ઘટના નથી કે કોઈ બીમારીનું મંદિર બનાવામાં આવ્યું હોય. પ્લેગ રોગ આવ્યો હતો ત્યારે પણ કોંયબટૂરમાં પ્લેગ મરિયમમ્મન મંદિર બનાવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.