કોરોનાને રોકવા દેશમાં પ્રથમ વખત રાજકોટથી શરૂ થશે પંચગવ્ય ચિકિત્સા

કોરોનાને ભરી પીવા માટે હવે ૩૩ કરોડ દેવતા લોકોની મદદ આવી છે. ગામના પંચગવ્યનો ઉપયોગ કરી કોરોનાના દર્દીઓની સારવારની શરૂઆત રાજકોટથી કરવામાં આવશે. લોકોની કોઇપણ રોગચાળા સામે ટકી રહેવાની ક્ષમતા વધે એટલે કે રોગ પ્રતિકારક શકિત વધે તે માટે પંચગવ્ય ચિકિત્સાની મદદ લેવાશે.

દેશમાં કોરોનાના વાયરસને રોકવા કોરોનાના દર્દીઓ પર ટૂંક સમયમાં ગાય આધારીત પંચગવ્યની ચિકિત્સા કરવામાં આવશે. દેશભરમાં પ્રથમ વખત રાજકોટ ખાતેથી જ આ

સારવાર પઘ્ધતિનો પ્રારંભ કરાશે. બાદમાં આવી સારવાર ગુજરાતમાં જયાં કોરોનાના સૌથી વધુ કેસ છે તેવા અમદાવાદ તથા સુરત માટે પણ આ સારવાર કરવામાં આવશે.

પુરાણો તથા આયુર્વેદ ગાયના દૂધ, ઘી, ગૌમૂત્ર તથા છાણને પવિત્ર અને ઔષધિય માનવામાં આવે છે. અત્યારે કોરોનાના વિકટ સમયે ૩૩ કરોડ દેવતાનો જેમાં વાસ છે તેવી ગૌમાતા હવે મદદે આવી રહી છે.

IMG 20200528 WA0017

આપણે વર્ષોથી ગાયના દૂધ, ઘી, માખણ છાણ અને ગૌમુત્રનો ઉપયોગ કરતા આવ્યા છીએ હવે આ પંચગવ્યનો ઉપયોગ કોરોનાની સારવારમાં અને એ પણ વર્તમાન તબીબી ધારાધોરણ મુજબ કરવામાં આવશે તેમ રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યું હતું કે પંચગવ્ય ચિકિત્સા આપણા માટે વર્ષોથી જાણતી છે વર્ષોથી સારવાર કરાયા છે.

હવે કોરોનાની મહામારીના સમયમાં આ પંચગવ્ય ચિકિત્સાનો વર્તમાન તબીબી ધારાધોરણ સાથે કોરોનાના દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવશે. કોરોના વાયસર સામે લડવામાં એ અસરકાર સાબિત થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ રાજકોટ ખાતે કોરોનાના દર્દીઓને પંચગવ્યની સારવાર અપાશે બાદમાં અમદાવાદ, સુરતમાં પ્રયોગ થશે.

દર્દીઓની મંજુરી લીધા બાદ તેમની સારવાર હાથ ધરાશે અને તેનું વૈજ્ઞાનિક અને વિશ્ર્લેષણ કરાશે અને તે અંગેનો રેકોર્ડ રાખશે. બાદમાં આ સારવાર સફળ થયા બાદ તબીબી અને વૈજ્ઞાનિક સામાયિકોના તેનો સંશોધન રીપોર્ટ અપાશે.

આયુર્વેદ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ ડો. હિતેશ જાની શું કહે છે?

પંચગવ્ય ચિકિત્સા અંગે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સીપાલ ડો. હિતેશ જાનીએ જણાવ્યું હતુ કે દેશભરમાં પ્રથમ વખત કોરોનાના દર્દીઓ પર આગામી બે ચાર દિવસમાં પંચગવ્યા સારવાર શરૂ કરાશે. આ સારવાર ૧૫ દિવસ માટે હશે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે સારવાર દરમિયાન દરરોજ જે તે દર્દીના વાયરસનું પ્રમાણ નોંધવામાં આવશે. એટલે દવા કેટલી અસરકારક છે તે જાણી શકાશે આ પંચગવ્યને દૂધના પાવડર જેવા ફોર્મમાં રાખવામાં આવશે જેથી દર્દી સહેલાઈથી દુધ કે પાણી સાથે લઈ શકશે.

સર્જન ડો. દીપક વાડોદરીયા શું કહે છે

સર્જન ડો. દીપક વડોદરીયાએ જણાવ્યું હતુ કે ગાયના મુત્ર દુધ ઘીથી બનાવવામાં આવતી આયુર્વેદીક દવાઓ રોગને અટકાવવા માટે ઉપયોગી છે. જોકે કોરોના વાયરસના દર્દીઓને શ્ર્વાસનતંત્રમાં નુકશાન થતું હોય અત્યારે એલોપથી દવા જ સારા પરિણામ આપી શકે. જયાં સુધી આયુર્વેદ દવા વૈજ્ઞાનિક રીતે અસરકારક પૂરવાર ન થાય ત્યાં સુધી એલોપેથી સારવાર કરવી પડશે.

ડો. સૌમિલ સંઘવી શું કહે છે?

અમદાવાદની એસજીવીપી હોસ્પિટલનાં ડો સૌમીલ સંઘવીએ હોસ્પિટલમાં કોવિડ ૧૯ના ૪૦ જેટલા દર્દીઓની આયુર્વેદ સારવાર કરી છે. તેઓ જણાવે છે કે કોરોનાની સારવાર તમે કઈ પધ્ધતિથી કરો છો તે મહત્વનં નથી પણ સારવાર સફળ બને તે જરૂરી છે. આયુર્વેદ દવાઓ આનિર્ધાર સાથે લઈ શકાય છે. ગૌમુત્ર આયુર્વેદમાં અકસીર છે. ગોમુત્ર આધારીત કેટલીક દવાઓ કોરીયા અને ચીનથી આયાત કરવામાં આવે છે અને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં વપરાય છે. હવે પંચગવ્ય સારવાર અપનાવાશે.

ગાયમાં ૧૪૮ રોગો દૂર કરવાની તાકાત: રમેશભાઈ (શ્રીજી ગૌશાળા)

IMG 20200528 WA0022

રાજકોટના જામનગર રોડ પર આવેલી શ્રીજી ગૌશાળાવાળા રમેશભાઈ ઠક્કરે જણાવ્યું હતુ કે ગાયમાં આપણને થતા ૧૪૮ રોગોને દૂર કરવાની તાકાત છે. સ્વાઈનફલુ કે કોરોના જ નહીં પણ ગાયમાં માનવીને થતા ૧૪૮ રોગોને દૂર કરવાની તાકાત છે. ગાયના દૂધ, ઘી, ગૌમૂત્ર, ગોબરનાં ઉપયોગથી આપણે નિરોગી બની શકીએ છીએ ગાયની તમામ વસ્તુઓ માનવીને ઉપયોગી છે. હાથી પગાનો રોગ પણ અમે ગોબર ગૌમુત્રના ઉપયોગથી મટાડયો છે. રોગચાળા વખતે જ નહીં પણ ગૌમુત્ર, ગાયનું દુધ, ઘી કે ગોબરનો ઉપયોગ સામાન્ય સંજોગોમાં કરીને નિરોગી રહી શકાય છે. તેમ તેમણે જણાવ્યું હતુ. ગાયના દૂધ કે ઘીમાં કોઈપણ જાતની ભેળસેળ ન કરે તેવી પણ તેમણે લોકોને અપીલ કરી હતી.

પંચગવ્ય ચિકિત્સા શું છે?

IMG 20200528 WA0013

પંચગવ્ય ચિકિત્સા કેવી રીતે કરવામાં આવે છે તે અંગે શ્રીજી ગૌશાળાના પ્રભુદાસભાઈ તન્નાએ જણાવ્યું હતુ કે આ ચિકિત્સા વર્ષોથી પ્રચલીત છે. અને અમે ઘણા સમયથી કરીએ છીએ. આ ચિકિત્સા કરનાર વ્યકિતની રોગપ્રતિકારક શકિત વધી જાય છે. જેથી કોઈ પણ પ્રકારના વાયરસ તેને અસર કરી શકતા નથી.

પંચગવ્ય ચિકિત્સામાં ગાયનું દુધ, ગૌમુત્ર, છાણ, ગાયના દુધનું દહી તથા ગાયનું ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાંચેય વસ્તુને સિધ્ધ કરવામાં આવે છે. આ બધી વસ્તુ ઉકાળતા પંચગવ્ય ઘી બને છે. આ ઉપરાંત ગોબરનો રસ અને ગૌમુત્રને સિધ્ધ કરી ગૌસત્વ ધનવટી બનાવવામાં આવે છે. જે સૂર્યપ્રકાશની મદદથી તૈયાર કરવામાં આવે છે.

IMG 20200528 WA0012

ગૌમુત્રનો અર્કબનાવવામાં આવે છે. આ તમામમાં ૨૪ ઔષધીય તત્વો રહેલા છે. જે કોઈપણ પ્રકારનાં વાયરસથી શરીરને બચાવી શકે છે. ગૌસત્વ ધનવટી એક એક ગોળી સવાર બપોર સાંજ લેવામાં આવે છે.

ગૌમુત્રને ડિસ્ટીલ્ડ કરી અર્ક બનાવવામાં આવે છે. જેના બે બે ડાબા-જમણા નસકોરામાં નાખવામાં આવે છે. અને સાત ટીપા નાભીમાં નાખી તેને આંગળીથી એક મિનિટ કલોક પછી એક મીનીટ એન્ટીકલોકવાઈઝ ફેરવવામાં આવે છે.

અમે પંચભવ્ય ચિકિત્સા થકી અત્યાર સુધી ૭.૬૫ લાખ દર્દીઓની રોગ પ્રતિકારક ક્ષમતા વધારી છે. આ વ્યકિતઓને કોઈપણ વાયરસની અસર થતી નથી.

પ્રાચીન વિજ્ઞાન મદદે આવ્યું: ભાજપ પ્રવકતા ભરત પંડયા

bharat papndya

આખી દુનિયા આજે કોરોના સામે ઝઝુમી રહી છે.ત્યારે ભારતીય પરંપરાનું પ્રાચીન વિજ્ઞાન મદદે આવ્યું છે. તેમ ગુજરાત ભાજપના પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતુ

પંચગવ્ય સારવારને હું ટેકો આપું છું આ સારવાર તબીબી નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ થાય તે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.