અબતક, જીનીવા
કોરોનાની વૈશ્વિક મહામારીને એક વર્ષ કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં હજુ તેની તીવ્રતા ઓછી અંકાઈ નથી. એમાં પણ કોરોના કાકીડાની જેમ “કલર” બદલી રહ્યો છે… વાયરસના આ બદલતા જતા સ્વરૂપથી સમયાંતરે નવું જોખમ ઉભું થઈ રહ્યું છે. હજુ એ જ નક્કી નથી થઈ રહ્યું કે આખરે આ કોરોના વાયરસ ફેલાયો છે શેમાંથી ?? ઉદ્દભવ્યો છે ક્યાંથી ?? ઘણા સંશોધકો દલીલ કરી રહ્યા છે કે કોરોના વાયરસ હવામાં ફેલાય છે. પરંતુ હજુ આને લગતા પુરાવા સ્પષ્ટ થયા નથી.
તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ માટેના કેન્દ્રએ એ સ્પષ્ટીકરણ આપ્યું છે કે વૈજ્ઞાનિકો વેન્ટિલેશન સિસ્ટમને મુદ્દે તપાસ કરવાની હાકલ કરી રહ્યા છે. જેમ કે જાહેર પાણીના પુરવઠામાં જ 1800ના દાયકાના ફેટિડ પાઈપમાં હાનિકારક કોલેરાના સંકેત મળી આવ્યા હતા. તો આવું જ કોરોના વાયરસમાં પણ થઈ શકે છે. કોવિડ-19 હવાના કણમાં મિશ્ર સરળતાથી થઈ વધુ સંક્રમણ ફેલાવી શકે છે. શુક્રવારે સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા એક અભ્યાસમાં સંશોધનકારોએ જણાવ્યું કે ક્લિનર ઈન્ડોર હવા કોરોના સામે આપણને વધુ બચાવશે. જો કે માત્ર આ શુદ્ધ હવા જ કોરોનાનાં રોગચાળા સામે લડશે નહીં પરંતું હા, તે ફ્લૂ અને અન્ય શ્વસન ચેપનું જોખમ અવશ્ય ઘટાડશે. આ સૂક્ષ્મજંતુઓ અને તેનાથી સંકળાયેલ માંદગી પણ કોરોનાની ઝપેટમાં વધુ લાવી દે છે. આથી ઈમારતોમાં વેન્ટિલેશન અને શુદ્ધિકરણની સુવિધા વધારવી જોઈએ.ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન સ્થિત ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીની પૃથ્વી અને વાતાવરણીય સ્કૂલના પ્રતિષ્ઠિત પ્રોફેસર લિડિયા મોરાઉસ્કાએ જણાવ્યું કે આપણે કોઈ પણ વાયરસની સામે લડવા હમેંશા સૌપ્રથમ સ્વચ્છ, પ્રદૂષક અને રોગકારક મુક્ત હવાની અપેક્ષા રાખવી જોઈએ. આ અભ્યાસના લેખકો, જેમાં 14 દેશોના 39 વૈજ્ઞાનિકોનો સમાવેશ છે, તેમણે કહ્યું કે ઇનડોર વેન્ટિલેશન સિસ્ટમ્સમાં સુધારો કરીને ચેપને રોકી શકાય છે. આથી તેઓએ સર્વવ્યાપક માન્યતાની માંગ કરી છે કે ડબ્લ્યુએચઓ (વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા) હવાયુક્ત પેથોજેન્સને આવરી લેવા માટે, અને વેન્ટિલેશન ધોરણો બનાવવા માટે, ઉચ્ચ હવા પ્રવાહ, ગાળણક્રિયા અને જીવાણુ નાશકક્રિયા દર, અને તેની ગુણવત્તાની ગણતરી કરવા માટે માર્ગદર્શિકાઓ વિસ્તૃત બનાવે.