કોરોના આમ તો જીવલેણ મહામારી પુરા વિશ્વ માટે સાબિત થઇ છે. છતાં દરેક બાબતની જેમ સારી અને ખરાબ બન્ને બાજુઓ હોય છે તેમ કોરોના બિમારી માટે પણ કહી શકાય. જેમ તે જીવલેણ મહામારી બની રહી છે તેમ તેની બીજી બાજુ મનુષ્ય જે વાતને ભૂલી રહી હતી તે બધી શીખવી પણ જાય છે. જેમ કે બધા માણસો આર્થિક વિકાસ અંગે માત્ર રાત દિવસ દોડતા હતાં, અને કોરોના ને કારણે ઘરમાં જ રહેવાના નિયમને પોતાના પરિવાર, બાળકો અને મહિલા ઑ સાથે અનિવાર્ય પણે રહેવું પડ્યું, આમ પરિવાર ને માત્ર આર્થિક જ નહીં પરંતુ તેમના પ્રેમની પણ જરૂર હોય છે, જેથી ને બાળકો અને માતા પિતા વચ્ચે લાગણી પણ વધી છે, પરિવારને પ્રેમની પણ જરૂર હોય છે. સાથે સાથે કોરોના ને કારણે પરિવાર મહત્વતા પણ સમજાવી છે.
વળી આવી પરિસ્થિતીમાં લોકોને માનવતા દાખવવાનું પણ શીખવ્યું છે. સરકારી તંત્ર અને પ્રજાને કઠોર પરિશ્રમનો સામનો કર્યા સિવાય વિકલ્પ જ નથી, અતિ આવશ્યક વસ્તુ વિના કે એની અછતમાં પણ જીવી શકાય છે તે પણ શીખવી દીધું છે. વળી હાથ મિલાવને બદલે નમસ્તેની વિનમ્રતા પણે દર્શાવી દીધી છે. સમગ્ર વિશ્વ જો સમજે તો વિકાસને નામે પ્રકૃતિનો નાશ કરવાથી કેવા પરિણામ આવી શકે છે તે કુદરતે સમજાવી દીધું છે. ઇશારામાં આમ જોઇએ તો બધી જ બાબત સમજાવી દીધી છે, પણ પ્રશ્ન એ છે મનુષ્ય કંઇક શીખશે ખરો?