રાજ્યમાં રવિવારે કોરોનાના 644 કેસ નોંધાયા: 4776 એક્ટિવ કેસ, 7 દર્દીઓ વેન્ટીલેટર પર
ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા 644 કેસ નોંધાયા હતા. 500 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા હતા. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. જો કે, શહેરમાં કોરોનાના કેસ ઘટ્યા છે. હાલ 4776 એક્ટિવ કેસ છે. જે પૈકી 7 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રવિવારે કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત નિપજ્યુ નથી. ગઇકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 268 કેસ, સુરત કોર્પોરેશનમાં 70 કેસ, મહેસાણા જિલ્લામાં 36 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 32 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 23 કેસ, સુરતમાં 20 કેસ, પાટણ જિલ્લામાં 19 કેસ, કચ્છ જિલ્લામાં 17 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, રાજકોટ જિલ્લામાં 16 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 15 કેસ, વડોદરામાં 14 કેસ, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 9 કેસ, વલસાડ જિલ્લામાં 9 કેસ, અમરેલી જિલ્લો, અરવલ્લી જિલ્લા, ભરૂચ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 8-8 કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં 7 કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 5 કેસ, ખેડા જિલ્લામાં 4 કેસ, અમદાવાદ જિલ્લામાં 4 કેસ, નવસારી જિલ્લામાં 4 કેસ, પોરબંદર જિલ્લામાં 3 કેસ, જામનગર કોર્પોરેશનમાં બે કેસ, મોરબી જિલ્લામાં બે કેસ, બનાસકાંઠા, દાહોદ, જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ મહાપાલિકા અને તાપી જિલ્લામાં નવા એક-એક કેસ નોંધાયો છે.
રાજકોટ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ગઇકાલે શહેરમાં માત્ર 5 કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં 16 કેસ નોંધાયા હતા.