દેશની અડધો અડધ કંપનીઓ છ મહિના કર્મચારીઓની ભરતી નહીં કરે
ચીનનો વાયરસ માત્ર સમાજ જીવનને જ અસર કરતી નથી. અર્થતંત્રને પણ માઠી અસર પડી છે. લોકડાઉને રોકડ નાણાનું પરિવહન અને આવકને મરણતોલ ફટકો લગાવી દીધો છે ત્યારે ભારતની ઓછામાં ઓછી કંપનીઓને કોર્પોરેટ હાઉસ દ્વારા ઓછામાં ઓછા છ મહિના માટે તમામ પ્રકારની ભરતી અટકાવી દેવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં બહાર આવેલી વિગતો મુજબ વડોદરાની માનવ સંશાધન ક્ધસલ્ટ પેઢી નમન એચ.આર.એ કરેલા સર્વેમાં ભરતી સ્થગિત કરવાની આ ટકાવારીનો આ આંક મેના મધ્ય સુધીમાં ૬૫ ટકા જેટલો ઉંચો જશે.
ભારતની ૨૦૦ જેટલી કંપનીઓમાં એન્જિનિયરીંગ મેન્યુફેકચરીંગ, દવા, તેલ અને ગેસ સહિત રસાયણ સેવા અને વેપાર ઉધોગ ક્ષેત્રમાં ભરતીના કાપની અસર જોવા મળી રહી છે. લોકડાઉનને લઈને આવકમાં ઘટાડો, રોકડ, નાણા ભીડ અને અન્ય કેટલાક વિસંગત પરીબળોના કારણે કંપનીઓએ ભરતી રોકી દીધી છે. ૩૨ ટકા કંપનીઓએ વ્યકિતગત કર્મચારીઓ અને માથાઓની છટણી ઓછી કરી દીધી છે. જેમાં ઈજનેરી અને ઉત્પાદન ક્ષેત્ર ખાસ છે. આ સાથે દવા અને રસાયણ ક્ષેત્રની ૧૫ ટકા કંપનીઓ કર્મચારીઓ ઘટાડવા અને ૨૦ ટકા સર્વિસ સેકટર પણ બંધ થવાનું વિચારી રહ્યા છે.
નમન એચઆરના સ્થાપક સમીર પારેખે ઉમેર્યું હતું કે, કંપનીઓ ૪ થી લઈ ૨૫ ટકા છટણીનું વિચારી રહી છે. આ કંપનીઓમાં ભારતની ગણાતી ગુજરાતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. પગારની ચુકવણી અને ઈન્સેન્ટીવ સામાન્ય રીતે ૩૨ ટકા એન્જીનીયરીંગ અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં અને ૨૫ ટકા સેવા ક્ષેત્ર, ૮ ટકા દવા ક્ષેત્રમાં પગારમાં કાપ કરવામાં આવ્યો છે અને ૨૦૨૦-૨૧ના વર્ષ માટે વિકાસ દર જાળવી રાખવા કંપનીઓ ભરતી ઘટાડવા અને પગાર ઓછો કરવા મજબુર બની છે.