ઈન્ડિયન ટીમના ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાનો આ કેસ શુક્રવારથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે યોજાનારી પાંચમી ટેસ્ટ પહેલા સામે આવ્યો હોવાથી ટીમ ઈન્ડિયાનું તાલીમ સત્ર ગુરુવારે રદ કરવામાં આવ્યું.
યોગેશ પરમાર પહેલા ટીમના ચીફ ફિઝિયો નીતિન પટેલ પણ ચેપગ્રસ્ત જોવા મળ્યા હતા.બંને ફિઝિયો પોઝિટિવ મળવાનો અર્થ એ છે કે, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડના ફિઝિયોની મદદ લેવી પડશે. મળતી માહિતી અનુસાર, ઇન્ડિયન ટીમના સભ્યોને આગળના ઓર્ડર સુધી તેમના હોટલના રૂમમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. તે સમજી શકાય છે કે, બુધવારે સાંજે કરવામાં આવેલા ટેસ્ટ બાદ કોરોનાનો લેટેસ્ટ કેસ સામે આવ્યો છે.
અગાઉ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિઝિયો નીતિન પટેલ અને આર શ્રીધર પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.સપોર્ટ સ્ટાફના આ સભ્યોને 10 દિવસ માટે અલગ રાખવામાં આવ્યા છે. લંડનના ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન આ તમામ સભ્યો સકારાત્મક જોવા મળ્યા હતા. ટેસ્ટ શ્રેણીની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. તેણે ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. શ્રેણીની પ્રથમ મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ હતી. જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી.