• કોરોનાનો રિકવરી રેટ વધીને 99.11 ટકા પર પહોંચ્યો
ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં હવે કોરોના નહીંવત એટલે કે નામશેષ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 18 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને લીધે કોઈ જાનહાનિ થઈ ન હતી.
સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, આજે નોંધાયેલા નવા કેસ પૈકી સૌથી વધુ 7 સંક્રમિતો તો અમદાવાદ શહેરમાંથી જ સામે આવ્યા છે. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં 7, સુરતમાં 3 અને આણંદ,રાજકોટ તથા તાપીમાંથી એક-એક કેસ નોંધાય છે.અત્યાર સુધીમાં કુલ 12,79,538 સંક્રમિતો કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 99.11 ટકા પર પહોંચ્યો છે.

છેલ્લી સ્થિતિ જોઇએ તો અત્યારે રાજ્યમાં કોરોનાના કુલ 433 એક્ટિવ કેસ છે. જે પૈકી 3 દર્દીઓની હાલત નાજુક જણાતા તેઓની વેન્ટિલેટર હેઠળ સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય 430 દર્દીઓની હાલત સ્થિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે હવે કોરોનાના નજીવા કેસ જ સામે આવી રહ્યા છે. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કોરોના હવે વૈશ્વિક મહામારી ન રહી હોવાનું સત્તાવાર નિવેદન આપ્યું છે. રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાના એક્ટિવ કેસો પણ ઘટતા જઈ રહ્યા છે. જેને પગલે હવે ટૂંક સમયમાં ગુજરાત કોરોના મુક્ત રાજ્ય જાહેર થાય તેવી આશા સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.