ગોંડલ શહેર અને પંથકમાં કોરોના વાઇરસ ની બીજી લહેરને કારણે દિન પ્રતિદિન વધતા જતા કોરોના વાઇરસ ના કેસ ને લઈને તંત્ર માં ચિંતા નું મોજું ફરિવળ્યુંછે તો બીજી બાજુ લોકોમાં પણ સોશિયલ ડિસ્ટન તેમજ માસ્ક ના અભાવ ને લઈને કોરોના વાઇરસ એ કહેર મચાવ્યો છે.ગોંડલ સરકારી હોસ્પિટલમાં 54 બેડ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે આ હોસ્પિટલ દર્દીઓ થી જાણે સિનેમા ના શો ની જેમ હાઉસ ફૂલ થઈ જવા પામી છે.
ગોંડલ સરકારી હોસ્પિટલમાં કોરોના વાઇરસ નું ટેસ્ટિંગ રોજ ના 300 થાય છે જેમાંથી સો થી વધુ પોઝિટિવ કેસ આવતા હોય જેમને જરૂરિયાત મુજબ હોસ્પિટલમાં એડમિટ કરી અન્ય ને હોમ કોરોન્ટાઇન કરવાની ફરજ પડતી હોય છે ત્યારે સરકારી તંત્ર દ્વારા આંકડા ની ગોલમાલ કરીને સાચા આંકડાઓ કોરોના દર્દી થી અલગ આવતા હોવાથી લોકો પણ બિનદાસ્ત ટહેલતા હોય છે જેમને લઈને લોકો બે ખોફ ફરી રહ્યાં છે સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ કરવા આવતા લોકો પણ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જાણે મેળો ભરાયો હોય તેમ ટોળે વળી ને ગપ્પા મરતા હોવાના દ્રશ્યો નજરે પડે છે
તો બીજી બાજુ છેલ્લા ઘણા વર્ષોથી હોસ્પિટલમાં સ્ટાફ ની અછત હોવા છતાં તંત્ર દ્વારા ભરતી કરવામાં ન આવતી હોવાથી ગોંડલ સરકારી હોસ્પિટલ 150 બેડની વ્યવસ્થા હોવા છતાં મોટા ભાગના કેસો રાજકોટ રીફર કરવામાં આવતા હોય છે જે અંગેની રજૂઆતો ગોંડલ ની સામાજીક સંસ્થાઓ દ્વારા હોસ્પિટલમાં ઘટતા સ્ટાફને પૂરો અંગેની વારંવાર રજુઆતો બેહરા કાને અથડાઈ છે. ત્યારે આવી મહામારી ને લઈને અમુક સ્ટાફને ડેપ્યુટેશન મોકલતા ચર્ચા નો વિષય બનવા પામ્યો છે.
ત્યારે હોસ્પિટલમાં ફરજ બજાવતા અન્ય સ્ટાફને ડેપ્યુટસન પર ન મોકલવાનો આદેશ જારી કરવામાં આવે તેવી તાકીદે જરૂરીયાત ઉભી થઇ છે.