સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના વળતા પાણી: 751 સંક્રમિત, 6 મૃત્યુ: 13,195 એક્ટિવ કેસ, 266 દર્દીઓની હાલત નાજુક
ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ ડાઉન થતો દેખાઈ રહ્યો છે. ગઈ કાલે રાજ્યમાં વધુ 7,606 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 34 દર્દીઓના મોત નિપજ્યા છે. તો સૌરાષ્ટ્રમાં પણ હવે કોરોના હળવો થતો દેખાઈ રહ્યો છે. જેમાં વધુ 751 લોકો સંક્રમિત થયા છે અને 6 દર્દીઓના વાયરસે ભોગ લીધા છે. ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં વધારો નોંધાયા બાદ ફરી નવા કેસ ઘટ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં 7,606 નવા કેસ નોંધાયા છે. જ્યારે સતત બીજા દિવસે 34ના મોત થયા છે. આજે 13,195 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 93.75 ટકા થઈ ગયો છે. જોકે સતત પાંચમા દિવસે નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના 266 દર્દી થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા 7 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે.
અમદાવાદમાં 3165 કેસ, વડોદરામાં 1413 કેસ, ગાંધીનગરમાં 525 કેસ, સુરતમાં 389 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 10, વડોદરા શહેરમાં 4, સુરત શહેર, સુરત અને ભરૂચ જિલ્લામાં 3-3, ગાંધીનગર શહેર અને જ્યારે ખેડા અને પંચમહાલ જિલ્લામાં 1-1મોત નોઁધાયું છે.સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના વળતા પાણી દેખાઈ રહ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં વધુ 238 લોકો સંક્રમિત થયા છે તો 2 દર્દીના મોત થયા છે.
ગ્રામ્યમાં 172 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર જિલ્લામાં વધુ 83 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો જૂનાગઢ જિલ્લામાં 29 કેસ, સુરેન્દ્રનગરમાં 42, અમરેલીમાં 30, દેવભૂમિ-દ્વારકામાં 19, ગીર સોમનાથમાં 9 અને બોટાદમાં 4 કેસ પોઝિટિવ આવ્યા છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં 2 દર્દીઓના મોત થયા છે. જ્યારે મોરબી અને જામનવર સિટીમાં 1-1 મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં હાલ 63,564 એક્ટિવ કેસ છે જેમાં 266 દર્દીઓની સારવાર વેન્ટિલેટર પર ચાલી રહી છે.