સમગ્ર જીલ્લામાં એક પણ વિસ્તાર હાલ ક્ધટેનમેન્ટ ઝોન હેઠળ નથી
અબતક, અતુલ કોટેચા
વેરાવળ
ગીર-સોમનાથ જિલ્લામાં 15 એપ્રિલ 2021 થી 19-મે 2021 સુધીમાં 4440 પોઝેટીવ કેશ નોંધાયા હતા. જે દરમ્યાન 26081 એન્ટીજન અને 19759 આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લા એક માસથી આપણા જિલ્લામાં કોરોનાના કેસો સતત ધટવામાં આવે છે.જિલ્લામાં કુલ 8630 પોઝેટીવ કેસ નોંધાયેલા છે.સાજા થયેલ 8410 કેસો છે.રીકવરી રેટ 97.45 ટકા છે.જિલ્લામાંથી કુલ 326115 સેમ્પલો લીધેલ છે.34-ધનવંતરી રથ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મોબાઇલ મેડીકલ ઓપીડી ની કામગીરી કરવામાં આવે છે.જેમા અત્યાર સુધી 9,28,264 લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવેલ છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એચ.ભાયાની યાદીમાં જણાવાયું છે.
ગીર-સોમનાથ જિલ્લામાં 9926 હેલ્થ વર્કર અને 16778 ફ્રન્ટલાઇન વર્કરોનું 100 ટકા કોવિડ વેક્સીનેશન કરવામાં આવેલ
છે. ઉપરાંત 18 વર્ષ થી વધુ વયના 5,88,446 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી છે. જેમાં 80 થી 100 ટકા વેક્સીનેશન ગામોમાં વેરાવળ તાલુકાના-12, તાલાળા તાલુકાના-22, સુત્રાપાડા તાલુકાના-29, કોડીનાર તાલુકાના-33, ગીરગઢડા તાલુકાના-19 અને ઉના તાલુકાના 22 ગામોને કોવીડ વેકસીનથી રક્ષિત કરાયા છે. પ્રથમ ડોઝ 6,15,150 અને બીજો ડોઝ 1,56,281 કુલ 7,71,431 લોકોનું વેકસીનેશન કરવામાં આવેલ છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એચ.ભાયાની યાદીમાં જણાવાયું છે.