કોરોના વાયરસે વિશ્ર્વભરમાં ખલબલી મચાવી દીધી છે. આ વૈશ્ર્વિક મહામારીની આર્થિક, સામાજીક, માનસીક એમ દરેક ક્ષેત્રે ગંભીર અસરો ઉપજી છે. કૃષિ, ઉદ્યોગ અને સેવા એમ ત્રણેય સ્તરે નકારાત્મક અસર પડતા આર્થિક રીતે મોટો ફટકો પડયો છે. કોરોના સંક્રમણથી બચવા લોકો વધુ સજાગ થયા છે. કોરોનાના ભયનાં કારણે ટુરીઝમ ટ્રાવેલ્સને મોટુનુકશાન નીવડયું છે. ફલાઈટ, ટ્રેન અને બસ દ્વારા થતા પરિવહન સાથેનો નાતો ઘટયો હોય તેમ હવે, લોકો ફરવા જવા માટે પોતાના જ વાહનોનો ઉપયોગ કરવા ઈચ્છે છે એક સર્વેમાં આવા ૪૨% લોકો નોંધાયા છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે દેશભરનાં ગોવા, કેરળ, શિમલા જેવા ટોચના ફરવા લાયક સ્થળોમાં મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી નોંધાઈ છે. જેનાથી પ્રવાસન વિભાગને તો ફટકો પડયો છે. પરંતુ આ સાથે ટ્રાવેલ્સ ઉદ્યોગને પણ ફટકો પડયો છે. એઆઈ ડ્રાઈવર, ઈએમઆઈ પ્લેટફોર્મ જેસ્ટ મની દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છેકે, ૭૫% લાકેએએવો મત વ્યકત કર્યો છેકે તેઓ હજુ આગામી થોડા સમય સુધી ફરવાક જવા ઈચ્છુક નથી અને જે લોકો વેકેસન મનાવવા ઈચ્છુક છે તેઓ પોતાના ખાનગી વાહનોનો જ ઉપયોગ કરવા ચાહે છે. ૪૫% લોકોનું કહેવું છેકે, આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા હાલના સમયમાં સ્થાનિક મુસાફરી જ યોગ્ય છે. કોરોના સંક્રમણને અટકાવવા વિદેશ યાત્રા ટાળવી જોઈએ.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…