ઉમરગામ, રામભાઈ: ‘પ્રાણવાયુ’એ જીવવા માટે અનિવાર્ય છે. હાલમાં કોરોના મહામારીના સમયમાં ઓક્સિજનની જે ઉણપ ઉભી થઈ હતી, તેના પરથી પ્રાણવાયુ અને પર્યાવરણનું મહત્વ સમજાયું. ઘરે ઘરે એક વ્રુક્ષ લગાવવા માટેના અભિગમ સાથે લોકોએ નવી શરૂઆત કરી છે. આ બધી બાબતોને ધ્યાને લઈને વલસાડના જિલ્લાના પુનાટ ગામમાં વ્રુક્ષો અને ઑક્સિજનનો નાતો જોડતી નવી પહેલ સામે આવી છે
વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના પુનાટ ગામના અખંડાનંદ આશ્રમમા ઉમરગામના નાનજીભાઈ ગુજરએ પોતાના જન્મ દિવસે વ્રુક્ષારોપણ કર્યું. ‘પર્યાવરણ બચાવવા વ્રુક્ષારોપણ ખુબ જરૂરી છે’ તેવા અભિગમ સાથે નાનજીભાઈએ પોતાના જન્મ દિવસે સારું કાર્ય કરી લોકો માટે ઉદાહરણ રૂપ બન્યા છે.
નાનજીભાઈએ ફક્ત ગામ પૂરતી વાત સીમિત રાખી નથી. તેના આ કાર્યક્રમમાં સંતો અને રાજકીય હોદ્દેદારોને સાથે રાખી તાલુકા અને જીલ્લામા વ્રુક્ષારોપણ થાય તેવી અપીલ કરી છે. ઘર આંગણે એક વ્રુક્ષ લોકો લગાવી પર્યાવરણ પ્રત્યે જાગ્રુત બંને તેવો સરાહનીય પ્રયાસ કરાયો છે. આ સારા કાર્ય બદલ જયાનંદ સરસ્વતી સંત પુનાટ આશ્રમ દ્વારા પણ લોકોને વ્રુક્ષારોપણ માટે અપીલ કરવામાં આવી છે