કોરોનાના કારણે ન્યુયોર્કમાં થઈ રહેલા ટપોટપ મૃત્યુ: બેકાબુ બનેલા મૃત્યુદરથી ન્યુયોર્ક લાશોનાં શહેરમાં ફેરવાયું

ચીનનાં વુહાન શહેરમાંથી ફેલાયેલો કોરોના વાયરસ હવે વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. ઈટાલી, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ વગેરે જેવા યુરોપી દેશો બાદ કોરોના વાઈરસ ઝડપભેર અમેરિકામાં ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસની ઝપેટમાં આવી જવાના કારણે યુરોપ અને અમેરિકામાં લાખો લોકો ચેપગ્રસ્ત થઈ જવા પામ્યા છે. જયારે તેના કારણે ૮૬ હજાર લોકોના મૃત્યુ થતા યુરોપ અને અમેરિકામાં હાહાકાર મચી જવા પામ્યો છે.

અમેરિકામાં આ મહામારીથી થતા મૃત્યુનો દર વિસ્ફોટક રીતે વધે તેવી ચેતવણી જાહેર કરવામાં આવી છે. બુધવારે અમેરિકા દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં મૃત્યુઆંક ૨૬ ટકાથી વધીને ૬૦,૦૦૦ પહોંચી ગયો છે. યુનિ. ઓફ વોશિંગ્ટન દ્વારા ઘડવામાં આવેલી રણનીતિ અને રાજદ્વારી ગતિવિધિઓ વચ્ચે પણ સંક્રમિત કેસોની સંખ્યા અનેક વિસ્તારમાં બેકાબુ બનીને સામે આવી રહી છે. ન્યુયોર્ક શહેરમાં અને રાજયમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા તીવ્ર ગતિએ વધી રહી છે અને ન્યુયોર્ક આ મહામારીનું એપી સેન્ટર અને મૃત્યુઆંક વધારવા નિમિત બનતું જાય છે.

મંગળવાર એક દિવસમાં જ ૧૯૦૦ મૃત્યુ નોંધાયા હતા અને ૩૦,૦૦૦ સંક્રમિત દર્દીઓનો ઉમેરો થયો હતો. ન્યુયોર્ક સતાવાળાઓએ જનતાને અનુરોધ કર્યો છે કે, જેઓનાં ઘરમાં મૃત્યુ નિપજે છે તો તેઓને જાહેર કરવું.

ન્યુયોર્કના મેયરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, શહેરમાં તમામ વસ્તીને સુરક્ષા કવચ પ્રદાન કરવા માટે ગણતરીથી વધુ સાધન સામગ્રીની આવશ્યકતા ઉભી થઈ છે અને વેન્ટિલેટરની પણ આવશ્યકતા ઉભી થઈ છે. છેલ્લા થોડા દિવસોથી અમને વેન્ટિલેટરની જરૂરીયાત સામે ઓછી ઉપલબ્ધીની સમસ્યા સતાવી રહી છે અને અત્યારે અમેરિકામાં ૪ લાખ સંક્રમિત દર્દીઓ અને મૃત્યુઆંક ૧૩૦૦૦એ પહોંચ્યો છે. લોકોને સંક્રમણના લક્ષણો દેખાય એટલે તરત જ સારવાર માટે આગળ આવવું જોઈએ. ૩૦ દિવસની કવાયત હતી આપણે આ રોગચાળાને અટકાવવા હજુ ૩૦ દિવસની કવાયત કરવી પડશે તેમ વ્હાઈટ હાઉસના પ્રવકતા બ્રિકસે જણાવ્યું હતું. જો લોકો ફરીથી બહાર નિકળવા માંડશે અને સોશિયલ ડિસ્ટન્સીંગ નહીં જાળવે તો ફરીથી બીજો વાયરો ત્રાટકે તેવી દહેશત છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહિવટી તંત્રએ આ રોગચાળામાંથી મુકિત માટે ૩૦ દિવસની કવાયતનું માપદંડ રાખ્યું છે. દરેક વ્યકિત ૬ ફુટનું અંતર જાળવી ઘરમાં જ રહેવું. શાળાઓ, વેપાર-ધંધાઓ બંધ રાખવાના માર્ગદર્શન સાથે ૯૪ ટકાને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમણે ટવીટર પર લખ્યું હતું કે, અમેરિકન સમાજ ધીરે ધીરે સ્થિર બની જશે.

દેશની હોસ્પિટલોમાં કોવિડ-૧૯ના દર્દીઓનાં ઘસારાના પગલે દવાઓ અને સાધન-સામગ્રી ઓછી પડી છે. ન્યુયોર્ક અને તેના પરા વિસ્તાર ઓરબિન ડેટરોઈટ, વોશિંગ્ટનમાં નવી હોસ્પિટલોમાં નવા દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. અમેરિકામાં ઓગસ્ટ સુધીમાં ૬૦,૦૦૦ દર્દીઓના મૃત્યુની ગણતરી હતી. તેના બદલે ત્યાર સુધીમાં તેનાથી વધુના મૃત્યુ થઈ ચુકયા છે. આ મૃત્યુઆંક ૧ લાખથી ૨,૪૦,૦૦૦ સુધી પહોંચે તેવી દહેશત ઉભી કરવામાં આવી છે. રવિવારે દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમાંથી મોટાભાગના પોઝીટીવ કેસ આવ્યા હતા. ન્યુયોર્કમાં દરરોજ ૨૦૦ના મૃત્યુ થઈ રહ્યા છે.

હવે શહેરમાં એ તપાસ શરૂ થઈ છે કે જે માણસો ટપોટપ મરી રહ્યા છે તેમાંથી કોરોનાના દર્દી કેટલા હતા. અસંખ્ય દર્દીઓ હોસ્પિટલની બહાર પણ દમ તોડી રહ્યા છે. મજુર નેતા ઓરેન બ્રાઝિલના મત મુજબ હવે એ કહેવું મુશ્કેલ છે કે આ મૃત્યુ કોરોનાથી નથી થતા ઈટાલીમાં પણ આવી જ રીતે મૃત્યુ થવાનું શરૂ થયું હતું. અમેરિકા અત્યારે મોતની ભુતાવળમાં બરાબરનું ફસાઈ ચુકયું છે. દર્દીઓ હોસ્પિટલોથી વધુ બહાર મોતને ભેટી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.