ચીને જવાબદારીપૂર્વક મહામારીના ફેલાવાની તપાસ માટે પાયા સુધી જવું જોઈએ, જેમાં તેને નિષ્ઠા અને પારદર્શકતા દાખવવી જરૂરી: ડોનાલ્ડ ટ્રમ્પ

ચીનના વુહાનમાંથી શરૂ થયેલ કોરોના વાયરસનું ભુતવાળ સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઈ ચુકયું છે ત્યારે આ મહામારીને જૈવિક શાસ્ત્રનાં કાવતરાનાં રૂપમાં પણ જોવામાં આવ્યું છે. કોરોના વાયરસ ફેલાવવા માટે ચીનની મુખ્ય ભૂમિકા રહી હોવાનું સમગ્ર વિશ્ર્વમાં ચર્ચા થઈ રહી છે જે અંગે અનેક દેશોમાં ઘણા સમયથી ચડભડાટ થઈ રહ્યો છે. અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પે કોરોનાની મહામારી ફેલાવવામાં ચીન કોઈપણ રીતે જવાબદાર જણાશે તો તેની સામે આકરી કાર્યવાહીનાં નિર્દેશો પણ આપવામાં આવ્યા હતા અને તેનાથી પણ એક ડગલું આગળ વધીને તેઓએ ત્યાં સુધી જણાવ્યું હતું કે, અમેરિકાને પૂર્ણત: વિશ્ર્વાસ છે કે, કોરોનાનું ઉદભવ સ્થાન ચાઈનીઝ વાયરોલોજી લેબોરેટરીમાં જ હોવું જોઈએ. અલબત આવું વિશ્ર્વાસપૂર્વક કહેવા માટે અને પુરાવાઓની શોધ માટે ઉંડા પાણીમાં ઉતરવાની તૈયારીનો નિર્દેશ આપીને આ મહામારીને લઈ વોશિંગ્ટન અને બેઈજીંગ વચ્ચે સંઘર્ષનાં સંકેતો આપી દેવામાં આવ્યા છે.

વોશિંગ્ટન ખાતે આવેલા વ્હાઈટ હાઉસ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક પણ શબ્દ બોલવામાં આવ્યો ન હતો પરંતુ જયારે તેમને પુછવામાં આવ્યું હતું તે સમયે તેઓએ આ અંગે માહિતી આપી હતી. વધુમાં પત્રકાર પરીષદ સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, કોરોના મહામારી વુહાનની ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાંથી ઉદભવ હોવાનાં પુરાવાઓ આપવામાં આવે તો વિશ્ર્વાસ થશે કે કેમ તે પણ પ્રશ્ર્ન ઉઠવા પામ્યો હતો. અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલનાં સમયમાં જે કોરોનાનો કહેર સાર્વત્રિક વ્યાપી ઉઠયો છે ત્યારે ચીન પ્રશાસન ઉપર જે આરોપ લગાવવામાં આવ્યો છે તે આરોપને ચીને નકારી કાઢયો છે અને જણાવ્યું છે કે, કોરોના વાયરસનું ઉદભવ અને પ્રસાર વુહાનનાં જંગલી જનાવરોની વહેંચણી કરતી બજારોમાંથી ઉદભવ થયું છે કે જે માનવીઓને પણ સંક્રમિત કરવામાં આવ્યા છે.

અમેરિકાનાં રીપબ્લીકન પ્રમુખે મહામારીનાં આ ફેલાવાને લઈ ચીન સાથેનાં સંઘર્ષનો નિર્દેશ અગાઉ આપી દીધો હતો. આ મહામારીથી અમેરિકાને એકલાને જ હજારો જિંદગીની આહુતીથી આ કિંમત ચુકવવી પડી છે. અર્થતંત્રની બદહાલી અને નવેમ્બર માસમાં પૂર્ણત: ચુંટણીની નોબત વગાડી છે. આ તકે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકન વહિવટીતંત્ર કોરોનાનું ઉદભવ સ્થાન વુહાન લેબમાં હોવાની વાતની તપાસ કરી રહ્યું છે. ચીનની લેબોરેટરીમાં કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવી હોય અને આ હકિકત છુપાવવામાં આવતી હોય છે. કોરોનાની આ કટોકટી ટ્રમ્પ વહિવટીતંત્ર અને ચીન વચ્ચે સંઘર્ષનું નિમિત બને તેવું પણ જણાઈ રહ્યું છે. બેઈજીંગનાં જણાવ્યા મુજબ અમેરિકાનાં સૈન્યએ કોરોના વાયરસ ચીન સુધી પહોંચાડયો છે અને ટ્રમ્પ એવો આક્ષેપ કરે છે કે ચીન જગતને કોરોના વાયરસનાં જોખમથી ચેતવવામાં નિષ્ફળ પુરવાર થયું છે.

ટ્રમ્પ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, એવું પણ શકય બને કે ચીન આ વાયરસનો ફેલાવવો અટકાવી શકે તેમ ન હોય અને તેણે ફેલાવવા દીધું હોય આ મુદ્દે અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખે ચીનનાં રાષ્ટ્રપતિ જીનપીંગને કોરોના વાયરસ કટોકટી અને જોખમની આ વાસ્તવિકતા માહિતી અંગે જવાબદાર ઠેરવ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચીને આ મહામારીનાં ફેલાવવાની તપાસ માટે પાયા સુધી જવું જોઈએ. કમ સે કમ ચીને આ બાબતે પોતાની નિષ્ઠા અને પારદર્શકતા તો બતાવવી જ જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.