કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી બહાર નીકળી પહેલાં જેવી સામાન્ય પરિસ્થિતિ કરવા વિશ્વભરના દેશો મથામણ કરી રહ્યા છે. ડોક્ટરો-વૈજ્ઞાનિકો, આંતરરાષ્ટ્રીય સંગઠનો સતત પ્રયાસમાં ઝૂટાયા છે. કોરોનાને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં આ નાનકડાં એવા વયરસની તીવ્રતા ઓછી અંકાઈ રહી નથી. દરેક લોકોને મુખે એક તો પ્રશ્ન અને એક મૂંઝવણ જોવા મળશે જ કે આખરે આ વાયરસ જાશે ક્યારે ?? ક્યારે આ મજમારીમાંથી મુક્તિ મળશે ?? આંમાંથી હવે ઉગરી શકશું કેમ ?? ક્યારે પહેલા જેવી સામાન્ય પરિસ્થિતિ થશે. ત્યારે આ અંગે એક હળવાશ ભર્યા સમાંચાર એ છે કે કોરોનાની આ મહામારીનો અંત હવે ટુક સમયમાં જ આવી જશે. યુનાઈટેડ કિંગડમની એક લેબોરેટરી, વૈજ્ઞાનિકોએ કરેલા એક સર્વે અને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આગામી ટુક જ સમયમાં કોરોના વાયરસની ચેઈન તૂટી જશે. અને મહામારીના આ કપરાકાળમાંથી મુક્તિ મળી જશે.
વેનકુવર, બ્રિટીશ કોલમ્બિયા એન્ડ સૌરી, ઇંગ્લેંડ – (બિઝનેસ વાયર)- બાયોટેક કંપની સાનોટિઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પ. (સેએનટાઇઝ), એરેફોર્ડ અને સેન્ટ પીટર હોસ્પિટલ્સ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ ઇન સ્વે, યુકે, અને બર્કશાયર અને પેથોલોજી સર્વિસિસ-યુકે દ્વારા ક્લિનિકલ ટ્રાયલ્સ કરાયા હતા. જેના પરિણામો જારી થયા છે જેમાં સૂચવાયુ છે કે તેમના દ્વારા સાનોટાઈઝના નાઇટ્રિક ઓકસાઈડ નસલ સ્પ્રે (NONS)નુ. પરીક્ષણ કરાયું છે જે એક ટ્રિટમેન્ટ છે. આ પદ્ધતિ સલામત અને અસરકારક એન્ટિવાયરલનું પ્રતિનિધિત્વ કરે છે. જે COVID-19ના સંક્રમણને અટકાવી શકે છે, તેનો અભ્યાસક્રમ પણ ટૂંકાવી શકે છે, અને પહેલાથી ચેપગ્રસ્ત લોકોમાં લક્ષણો અને નુકસાનની તીવ્રતા ઘટાડી વાયરસનો ખાત્મો કરે છે. આથી જ એમનું સ્પષ્ટપણે માનવું છે કે કોરોના મહામારી ટૂંક સમયમાં નાબૂદ થઈ જશે. આમાંથી મુક્તિ મળી જશે.