કોવિડ-19ની ગંભીર પરિસ્થિતીને ધ્યાને લઇ રાજય સરકારનું જાહેરનામુ
હાલમાં કોવીડ-19 (કોરોના)ની મહામારીની ગંભીર અસરો સમગ્ર રાજય પર પ્રસરી રહી છે. કોરોના વાયરસની મહામારીનો ખૂબ જ પ્રમાણમાં ફેલાવો થઇ રહયો છે. આ સંજોગોમાં રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા અન્ય સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાનું ચાલુ રહે તો કોરોનાનું સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાવાની શકયતાઓ રહેલ છે. તેથી આ તબકકે જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની, અન્ય સહકારી સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની હોય અથવા જેની ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલુ હોય તેવી તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની તથા અન્ય સહકારી સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા કોવીડ-19 ની પરિસ્થિતિને ધ્યાને લઇને તા.15/05/2021 સુધી મુલતવી રાખવા રાજય સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.
વધુમાં, જે ખેતીવાડી ઉત્પન્નબજાર સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમ/ચુકાદાના અનુસંધાને હાથ ધરાયેલ હોય તે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને આ જાહેરનામાથી બાકાત રાખવાનો પણ રાજય સરકાર નિર્ણય કરે છે.