સપ્લાય ચેઈન મારફતે નાગરિકોને પુરા પાડવામાં આવતા પુરવઠાને પણ પહોંચશે અસર: ડબલ્યુએચઓ
વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ જોવા મળી રહી હતી ત્યારે જ ચાઈનાનાં વુહાનમાં ફાટી નિકળેલા કોરોના વાયરસનાં પગલે વિશ્ર્વઆખું કોરોનાની ઝપેટમાં આવી ગયું છે ત્યારે કોરોનાની આપતિ વૈશ્ર્વિક અંધાધુંધી ફેલાવશે કે કેમ ? તે પણ એક મોટો પ્રશ્ર્ન થઈ રહ્યો છે. વૈશ્ર્વિક સ્તર પર મેનેજમેન્ટ સિસ્ટમ પણ ડામાડોળ થઈ જશે તેવું લાગી રહ્યું છે. લોકડાઉનની પરિસ્થિતિ બાદ જે આર્થિક મંદી અને આર્થિક સંકળામણની સ્થિતિ ઉદભવિત થશે તેનાથી વૈશ્ર્વિક સમુદાય કેવી રીતે બહાર આવશે તે પણ એક મોટો પ્રશ્ર્ન ઉદભવિત થયો છે. કોરોના વાયરસનાં પગલે માત્ર આર્થિક સ્થિતિ જ નહીં પરંતુ રાજકીય રીતે પણ અસરકારક સાબિત થશે. વૈશ્ર્વિક સમુદાયનાં પગલે હાલ વિશ્ર્વભરમાં તરલતાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસને લઈ જે સ્થિતિ નિર્માણ થવા પામી છે તેનાથી તમામ પ્રકારનાં ઉધોગોને માઠી અસર પણ પહોંચી છે. વિશ્ર્વ આખું લોકડાઉન થતા આર્થિક રીતે પણ ઉધોગો લોકડાઉન થઈ ગયા હોય તેવું લાગે છે. અપુરતા નાણાનાં કારણે વૈશ્વિક સ્તર પર નાણાની અછત પણ ઉદભવિત થયેલી છે. પ્રશ્ર્ન હવે એ છે કે આવનારા સમયમાં આર્થિક કટોકટી અને આર્થિક સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાશે. લીબીયા, વેનેઝયુએલા, ઈરાન, ગાઝા જેવા દેશોમાં આર્થિકની સાથો સાથ રાજકીય સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ દેશની સરકારો જે યોગ્ય સહાય નાગરિકોને પુરી પાડવામાં આવી જોઈએ તેમાં તેઓ ઉણા ઉતર્યા છે ત્યારે બીજી તરફ એ પણ પ્રશ્ર્ન છે કે, તે દેશની આર્થિક પરિસ્થિતિ પણ અત્યંત કથળેલી હોવાનાં કારણે જે રીતે નાણાનો વ્યાપ મળવો જોઈએ તે મળી શકતો નથી.
આ તકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ જણાવતા કહ્યું હતું કે, જે રીતે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે તેનાથી લોકોને આપવામાં આવતી તમામ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓ માટેની જે ચેઈન બનાવવામાં આવેલી છે તે પણ ઘણાખરા અંશે અસરકર્તા સાબિત થશે. અફઘાનિસ્તાન અને અમેરિકા વચ્ચે જે શાંતી માટેના કરારો કરવામાં આવ્યા છે તેને પણ કોરોનાની અસર જોવા મળી છે. કોરોનાના પગલે અનેકવિધ દેશોમાં ઘણાખરા વિરોધો પણ જોવા મળ્યા છે. જેલમાં કેદ આરોપીઓ પણ જેલ છોડી ભાગી રહ્યા હોવાની ઘટના સામે આવી છે.
કોરોનાની મહામારી માનવસર્જીત ન હતી: ચીનનો બચાવ
ચીનના વુહાનમાંથી ઉભો થયેલ કોરોના વાયરસે સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઈ લીધેલ છે. આ વાયરસનું સંક્રામણ ચીનમાંથી પેદા થયું હતું અને વિશ્ર્વભરમાં તેના ફેલાવવા માટે ચીનને જવાબદાર પણ ગણવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે ચીને વિશ્ર્વ સમક્ષ એવો બચાવ કર્યો છે કે, કોરોના વાયરસ માટે ચાઈનીઝ વાયરસ અને વુહાન વાયરસ નામકરણ યોગ્ય નથી. ચીનનાં રાજદ્વારી પ્રવકતાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાય કોરોના માટે ચીનને જવાબદાર ગણે છે જે ચીન અને ચીનની જનતાનું અપમાન છે. કોવિડ-૧૯ ભારત અને અમેરિકામાં પણ દેખાયો છે તે માત્ર ચીન અને ચાઈનીઝ લોકો સાથે જોડાયો નથી. અમેરિકામાં વર્ષ ૨૦૧૯માં ૩૦ મિલીયનથી વધુ લોકો ફલુનાં રોગચાળાનો ભોગ બન્યા હતા અને ૨૦,૦૦૦થી વધુ લોકોના મોત પણ નિપજયા હતા. ચીન સરકારે કોરોનાનાં સંક્રમણને જાહેર કરી વિશ્ર્વ આખાને ચેતવી દીધું હતું. પ્રારંભિક તબકકામાં જ ચીને અસરકારક પગલા લઈ અન્ય દેશમાંથી આવતા યાત્રિકો ઉપર પ્રવેશ પ્રતિબંધ લાદી દીધો હતો. મંગળવારનાં રોજ ચીનના રાષ્ટ્રીય આરોગ્યપંચે ૭૮ નવા કેસની પુષ્ટિ આપી હતી અને મૃત્યુઆંક અંગેનો પણ આંકડો જાહેર કર્યો હતો. અન્ય દેશોને ચાઈનાએ તેના અનુભવગાથાથી અવગત કર્યા હતા. ચીનના ઉધોગપતિઓએ ભારતમાં સંક્રમણની પરિસ્થિતિમાં સહભાગી થવા અનુદાન આપવાનું પણ શરૂ કર્યું છે અને હજુ પણ તમામ પ્રકારની શકિત મુજબ મદદ કરવાની પણ અપીલ કરી છે. ચાઈનાનું માનવું છે કે, ભારતમાં અને ભારતનાં લોકો વહેલામાં વહેલી તકે આ જંગ પણ જીતી જશે. ચીન, ભારત અને વિશ્ર્વનાં અન્ય દેશોની સાથે કોરોનાની જંગની લડતમાં તમામ દેશોની પડખે ઉભું છે. જી-૨૦ અને બ્રિકસનાં દેશો ચાઈનાની લાગણી અને ભાવનાને સમજી વિશ્ર્વનાં પડકારો સામે લડત આપવા માટે આગળ પણ આવશે.