આયુર્વેદિક ઔષધો અને ઉપચારની માહિતી સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવા ઉત્તર પ્રદેશ સરકારે ‘આયુષ કવચ’ મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરી
સમગ્ર વિશ્ર્વની આજે કોરોના વાયરસના ઈલાજ અને ઉપચાર માટે ભારત તરફ મીટ મંડાયેલી છે. તેવા સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે કોરોના વાયરસની આ મહામારી દરમિયાન આયુર્વેદથી આરોગ્ય જાળવવા માટેની ટીપ્સ અને ઉપચાર માટે આયુષ્ય કવચ એપ્લીકેશન લોન્ચ કરી છે આ તકે યોગી આદિત્યનાથે જણાવ્યું હતુ કે આજે સમગ્ર વિશ્ર્વ કોરોનાના સંક્રમણથી પિડાઈ રહ્યું છે. અને તેની સારવાર અને અસરકારક ઈલાજ માટે ભારત તરફ મીટ માંડીને બેઠું છે. ત્યારે મને લાગે છેકે આયુષ્યકવચ મોબાઈલ એપ્લીકેશન લોકોને રોગ પ્રતિકારક શકિત પ્રાચીન યોગ અને આયુર્વેદિક પધ્ધતિના માધ્યમથી વધારવામાં મદદ મળશે.
આયુષ્યકવચ મોબાઈલ એપ્લીકેશનના લોન્ચીંગ સમયે યોગીએ વધુમાં જણાવ્યું હતુ કે આયુર્વેદ અને ભારતને પ્રાચીન ઉપચાર પધ્ધતિ આયુર્વેદમાં શરીરની રોગ પ્રતિકારક શકિત વધારવાના ઘણા બધા ઉપાયો છે. જે અત્યારે કોરોના જેવા વાયરસ સામે લડવા માટે અસરકારક બની શકે છે. દેશમાં એક એવી એપ્લીકેશનની જરૂર હતી કે જે આયુર્વેદની માહિતી લોકો સુધી સરળતાથી પહોચાડી શકે આયુર્વેદ અને પરંપરાગત ઔષધ અને ઉપચાર સમજાય એવી સરળ ભાષામાં અને તેનો ઉપયોગ સરળતાથી વ્યાપક રીતે લોકો કરી શકે તેવી એપ્લીકેશન દેશમાં જરૂર હતી.
ઉત્તર પ્રદેશના આયુષવિભાગ દ્વારા બનાવવામાં આવેલી આયુષ કવચ મોબાઈલ એપ્લીકેશન કોવિડ ૧૮આરોગ્ય કટોકટી સામે અસરકારક રીતે લડવા માટે બનાવવામાં આવી છે. આ મોબાઈલ એપ્લીકેશનમાં પ્રાચીન ઉપચાર પધ્ધતી આયુર્વેદિક રીતે શરીરની રોગ પ્રતિકારક શકિત વધારવાની દવા અને ઈલાજની ટીપ્સ અને માહિતી લોકોને સરળતાથી ઉપલબ્ધ થઈ છે.
કોવિડ ૧૯ વાયરસ માટે વિશ્ર્વના તબીબ જગતમાં હજુ સુધી કોઈ નિશ્ર્ચિત દવાની શોધ થઈ નથી. અત્યારે આ મહામારી સામે ભૂતકાળમાં મેલેરીયાના ઉપચાર માટે ઉપયોગમાં આવતી હાઈડ્રોકસીકલોરોકવીન જેવી નિવડેલી દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.
કોરોનાના સંક્રમણને ફેલાતો રોકવા લોકડાઉન, સોશ્યલ ડીસ્ટન્સ જેવા પગલાઓ અખત્યાર કરવામાં આવ્યા છે. ત્યારે આયુર્વેદ પધ્ધતિથી શરીરની રોગપ્રતિકારક શકિત વધારવાની માહિતી અને માર્ગદર્શન માટે યુ.પી.ના યોગી આદિત્યનાથ સરકારના આયુષ વિભાગ દ્વારા આયુષકવચ મોબાઈલ એપ્લીકેશન બનાવવામા આવી છે. જેમાં સરળ અને વ્યાપક પ્રમાણમાં સામુહ્કિ રીતે લોકોને સમજાય તેવી ભાષામાં શરીરની રોગપ્રતિકારક શકતી વધારવાની ટીપ્સ અને ઈલાજ આપતી આ એપ્લીકેશન ખૂબ અસરકારક રીતે ઉપયોગી થશે.