સતત ચોથા દિવસે ર૦ હજારથી વધુ દર્દીઓ નોંધાયા
ભારતમાં વધુ એક ૧.૫૭ લાખ કોવિડ-૧૯ના દર્દીઓ સામે આવ્યા છે અને જુલાઇના પ્રથમ અઠવાડીયાથી મૃત્યઆંક ૩૨૩૬ થવા પામ્યો છે. ભારતના કોવિડ-૧૯ના દર્દીઓની કુલ સંખ્યાનો આંક ૭.૪૩ લાખ અને મૃત્યુઆંક વધીને ૨૦,૬૨૮ એ પહોચ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંગળવારે એ વાતની પૃષ્ટિ કરી હતી કે કોરોના વાયરસનો સંક્રમણ વાતાવરણ અને હવામાં ઉદ્દભવેલા વાયરસથી પણ ફેલાય છે. વિજ્ઞાનિકોની વૈશ્વિક સંસ્થાએ કરેલા સંશોધનમાં વાતાવરણના માઘ્યમથી લોકો સુધી કેવી રીતે શ્ર્વીસન તંત્રનું આ વાયરસ કેવી રીતે શ્વસન તંત્રનું આ વાયરસ કેવી રીતે ફેલાય છે. તેની સમીક્ષા કરી હતી. WHOના ટેકનીકલ હેડ બેનેટેડીએલ ગે્રનઝીએ જણાવ્યું હતું કે આ વાયરસ હવા દ્વારા ફેલાતો હોવાના પુરાવા મળ્યા છે. અને ભીડ અને હવા ઉજાસના અભાવ સાથે ગીચ વસ્તીમાં રહેતા લોકોમાં આ સંક્રમણ ફેલાવવાની વધુ દહેશત રહેતી હોવાનું તેમણે જણાવ્યું હતુ: અને તેને અટકાવવું અશકય છે. એલેક ગ્રેનઝીએ જણાવ્યું હતું કે તેમ છતાં હવાના માઘ્યમથી કેટલી તીવ્રતાથી ચેપ ફેલાતો હોવાની વધુ વિગતો મેળવાય રહી છે.
કોરોનાની રસી શોધવાની સ્પર્ધા વચ્ચે દવા પરથી ઘ્યાન અન્યત્ર ન બદલવું જોઇએ
કોરોનાની રસી બનાવવાની સ્પર્ધામાં હયાત હવાઓ ઇલાજ અને આ મહામારી સામે લેવાતા સાવચેતીના પગલામાંથી જરાપણ ઘ્યાન અન્યત્ર ખસેડવું ન જોઇએ, વિજ્ઞાનીક ગંગદીપ કે જે લંડનની રોયલ સોસાયટીના વિજ્ઞાનીક તરીકે જણાવ્યું હતું કે મને ચિંતા છે કે આપણે દવા પ્રત્યે ઉદાસીનતા સેવવા લાગ્યા છીએ. રસી બનાવવાની સ્પર્ધામાં દવા ભુલવી ન જોઇએ રસી તો રોગ ન થાય તે માટે છે. અત્યારે બિમાર દર્દીઓની સારવાર અને મૃત્યુ દર ઘટાડવાની અને ક્ધટ્રેઇનમેન્ટ વધારવાની જરૂરીયાત છે.
શા માટે સોમવારનો દિવસ નવા કેસોના ઘટાડાનો દિવસ બને છે
સોમવારના દિવસે નવા કેસની સંખ્યા ઘટી જાય છે. રવિવારે ચકાસણી બંધ હોવાથી સોમવારના આંકડામાં તેની અસર દેખાય છે. કયારેક મંગળવાર સુધી આ અસરો જોવા મળે છે. કારણ કે રિપોર્ટ ર૪ થી ૪૮ કલાક બાદ આવે છે. દેશમાં ગયા શનિવારે ૪થી જુલાઇએ ૨.૪૮ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રવિવારે આંકડો ઘટીને ૧.૮ લાખ થઇને ફરી સોમવાર ૨.૪૧ થવા પામ્યો છે.
અમેરિકામાં હાઇડ્રોકસીકલોરોેકિવન પર રાજકારણ: પણ ભારતમાં તેનો વ્યાપક ઉપયોગ
અમેરીકામાં કોરોના કટોકટી દરમિયાન એચ.સી.કયુ. દવા ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના હરીફો વચ્ચે રાજકીય યુઘ્ધનું કારણ બની ચુકી છે. આ દવા દર્દીઓ માટે જોખમી હોવાને મુદ્દે અમેરિકામાં ધમાસાણ મચ્યું છે. એચ.સી.કયુ. છેલ્લા ૬૦ વરસથી તાવ, હિસ્ટેરીયા, જેવા દર્દ માટે વાપરવામાં આવે છે અને મેલેરિયાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતી ગર્ભવતી મહિલાઓને પણ અપાતી આવી રહી છે. પરંતુ અમેરિકામાં એચ.સી.કયુ. ધમાસાણ મચાવી રહી છે. જયારે ભારતમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
૭૨ કલાકમાં જ ૮૦ ટકા આઇસોલેટર પ્રેસીંગની કેન્દ્રની રાજયને સુચના
કેન્દ્રએ રાજય સરકારોને ઓછામાં ઓછા ૮૦ ટકા નવા કેસોને ૭ર કલાકમાં કોરોનટાઇન કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. અને રાજયોને તેના ઉપર અમલ કરવાની તાકીદ કરી હતી. કેરલમાં એકિટવ કેસો સાજા થવાનો દર ઝડપથી વધી રહ્યો છે.