મહારાષ્ટ્રના બીડ અને નાંદેડ જિલ્લામાં કોરોના બેકાબુ બનતા તા.26થી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
દેશમાં વિવિધ વિસ્તારોમાં કોરોના ફરીથી માથું ઉંચકી રહ્યો છે. અને ઝડપથી વકરી રહ્યો છે. આ સંજોગોમાં મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર વધ્યો છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પણ કોરોના ઝડપથી વધી રહ્યો હોવાથી સરકારને બીડ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે. તા.26 એપ્રીલથી 4 એપ્રીલ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
સંપૂર્ણ લોકડાઉન સમયગાળા દરમિયાન બજારો, શાળા તથા અન્ય સંસ્થાઓ બંધ રહેશે અને બહાર નીકળવાની પણ મનાઈ કરવામાં આવી છે. જોકે આવશ્યક સેવા જેવી કે આરોગ્ય કોરોના વોરિયર્સ જેવી સેવા ફરજ બજાવનારાને આ લોકડાઉનમાં મૂકિત આપવામાં આવી છે.
બીડ જિલ્લા પહેલા મહારાષ્ટ્રના નાગપુરમાં 31 માર્ચ સુધીનું લોકડાઉન જાહેર કરાયું છે. આઉપરાંત નાસિક ઠાણે, પૂણે જેવા વિસ્તારોનાં અગાઉથી જ રાત્રી કફર્યું અથવા અન્ય કેટલાક કડક પગલા લેવાઈ રહ્યા છે.
તમને એ જણાવીએ કે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા અગાઉથી જ નાઈટ કફર્યું જેવા પગલા લેવાઈ રહ્યા છે. હવે આવા વિસ્તારોમાં બીડ જિલ્લાનો પણ સમાવેશ થઈ ગયો છે.
મહારાષ્ટ્ર સરકારે નાંદેડમાં પણ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ છે. 26 માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉન દરમિયાન મેરેજ હોલ, હોટલ, રેસ્ટોરન્ટ, શાળા કોલેજો બંધ રહેશે. ખાનગી કચેરીઓ પણ બંધ રાખી વર્કફોમ હોમના આદેશો જાહેર કરાયા છે.