બહારના જિલ્લામાંથી આવતી એમ્બ્યુલન્સ માટે ત્રિકોણ બાગ-લતીપુર ચોકડીએ કેમ્પ 

જામનગરમાં જી.જી. હોસ્પીટલ સહિતની કોવિડ હોસ્પીટલોમાં કોરોનાનાં દર્દીઓમાં ખુબજ વધારો થવાનાં કારણે તમામ બેડ ફુલ થયા છે. જિલ્લામાં પણ કોરોનાનાં દર્દીઓમાં ખુબ વધારો થઇ રહ્યો છે. આથી દર્દીઓને પણ હોસ્પીટલોમાં જગ્યા મળી શકે એમ ન હોવાની સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે અન્ય જિલ્લાઓ રાજકોટ અને મોરબી તેમજ અન્ય જગ્યાએથી પણ દર્દીઓ મોટા પ્રમાણમાં જામનગર આવી રહ્યા છે. કોવિડ હોસ્પીટલોમાં જગ્યા નથી. જિલ્લાનાં દર્દીઓને અન્યત્ર મોકલવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.ત્યારે તંત્ર દ્વારા ધ્રોલનાં ત્રીકોણબાગ ખાતે અને લતિપુર ખાતે પોલીસ ચેકપોસ્ટો ઉભી કરીને બહારગામથી જામનગર દાખલ થવા આવતા કોરોનાનાં દર્દીઓને અન્ય જગ્યાએ જવા સમજાવીને પરત કરાઇ રહ્યા છે. માત્ર વધુ ગંભીર દર્દીઓને જ આવવા દેવાઇ રહ્યા છે. હાલનાં સમયમાં કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે. આવા સંજોગોમાં જામનગરની જી.જી. હોસ્પીટલ અને અન્ય કોવિડ હોસ્પીટલો પણ કોરોનાનાં દર્દીઓથી ફુલ થઇ ગઇ છે. દર્દીઓને બેડ મળી શકે તેવી શક્યતા નથી.

જામનગર જિલ્લામાં પણ કોરોનાનાં વધુ પ્રમાણમાં દર્દીઓ સામે આવી રહ્યા છે.  આવા સંજોગોમાં મોરબી, રાજકોટ અને અન્ય બહારગામોથી વધુ સારવાર અને દાખલ થવા માટે કોરોનાનાં દર્દીઓ સરકારી તેમજ ખાનગી વાહનોમાં મોટા પ્રમાણમાં જામનગર આવી રહ્યા છે. જિલ્લાનાં દર્દીઓને અન્ય જગ્યાએ મોકલવા પડે તેવા સંજોગો ઉભા થયા છે. આથી તંત્ર દ્વારા ધ્રોલનાં ત્રીકોણબાગ અને લતિપુર ખાતે ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. બહારગામથી આવતા દર્દીઓને સમજાવી પરત મોકલાઇ રહ્યા છે. જોકે, માત્ર વધુ ગંભીર કે જેને ઓક્સીજનની કે અન્ય સારવારની તાત્કાલીક જરુરીયાત હોય તેવા દર્દીઓને જ જામનગર જવા દેવાઇ રહ્યા છે. ખાનગી વાહનોમાં આવતા અને ગંભીર ન હોય તેમજ અન્યત્ર સારવાર થઇ શકે તેવા દર્દીઓને સમજાવીને પરત કરાઇ રહ્યા છે. આથી જામનગર જિલ્લા સિવાયનાં દર્દીઓને બીજી જગ્યાએ વ્યવસ્થિત સારવાર મળી શકે અને સમય પણ બચી જાય. જામનગરમાં કોવિડ હોસ્પીટલોમાં તમામ બેડ ફુલ થઇ જતા તંત્ર દ્વારા આ પગલા લેવાઇ રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.