વાયરસ દરરોજ નવો વિક્રમ સર્જી રહ્યો છે અત્યાર સુધીમાં બે લાખ દર્દીઓ મોતને ભેટ્યા
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 2 લાખ લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3286 લોકો મોતને ભેટતા ચિંતા વધી છે.
સતત વધી રહેલા કોરોનાના કેસ સરકાર માટે ચિંતા વધારી રહ્યા છે. કોરોના વાયરસ દેશમાં ફાટી નીકળ્યો ત્યારથી અત્યાર સુધીમાં એક જ દિવસમાં ત્રણ હજારથી વધુ લોકોના મોત નિપજ્યા હોય પ્રથમ વખત બન્યું છે. આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3.65 લાખ કેસ નોંધાયા છે. તેમજ મોત પણ સૌથી વધુ નોંધાયા છે. સતત સાતમા દિવસે ત્રણ લાખથી વધુ કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સતત આઠમા દિવસે બે હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે. અમેરિકા સાથે સરખામણી કરીએ તો અત્યાર સુધીમાં ત્યાં 5.72 લાખ લોકોના કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે. ત્યાર બાદ બીજા ક્રમે બ્રાઝિલ છે. જ્યાં 3.95 લાખ લોકો નાના સંક્રમણથી મોતને ભેટયા હતા. મેક્સિકોમાં 2.15 લાખ મોત થયા છે. ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર બાદ કેરળ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, ગુજરાત, હરિયાણા, તેલંગાણા, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંડુચેરી અને ચંદીગઢમાં છે. દેશમાં સૌથી વધુ અસર મહારાષ્ટ્રને થઈ છે.ઉત્તર પ્રદેશમાં પણ કે સતત વધી રહ્યા છે.