બે અઠવાડિયા પહેલા નોંધાયેલા દરરોજના ૨૦૦૦ કેસની સરખામણીએ હવે માત્ર ૯૯ કેસ નોંધાયા: કોરોનાના બીકના પગલે વૈશ્વિક સામાજીક, આર્થિક વ્યવસ્થા ખોરવાઈ
વિશ્ર્વ આખામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ જ્યાંથી ઉદ્ભવ્યો છે તે સ્લ એટલે કે, ચીનમાં કાબુમાં આવી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. ચીનના વુહાન શહેરમાંથી ફાટી નીકળેલા વાયરસના કારણે સમગ્ર વિશ્ર્વની સામાજિક-ર્આકિ વ્યવસ હચમચી ચૂકી છે. જો કે, વર્તમાન સમયે મળેલા આંકડા મુજબ ચીનમાં વાયરસી સંક્રમીત લોકોની સંખ્યા દિન બદિન ઓછી વા પામી છે. શનિવારે માત્ર ૯૯ કેસ નોંધાયા હોવાનું સામે આવે છે. એક અઠવાડિયા પહેલા એ કેસની સંખ્યા ૨૦૦૦થી વધુ હતી પરંતુ ત્યારબાદ ચીનમાં લેવાયેલા પગલાના કારણે વાયરસને ફેલાતો રોકવામાં સફળતા મળી છે. એવું પણ માનવામાં આવે છે કે, વાયરસ કરતા તે ફેલાવાનો ખૌફ વધુ નુકશાન પહોંચાડી રહી છે. સમગ્ર વિશ્ર્વની ઈકોનોમીને વાયરસની બીકના પગલે નુકશાન પહોંચ્યું છે.
વિગતો મુજબ ચીનમાં વાયરસી સંક્રમિત લોકોની સંખ્યા ઓછી થઈ છે. બીજી તરફ અમેરિકા-ઈરાન-યુરોપ-જાપાન, કોરીયા-સિંગાપોર-હોંગકોંગ સહિતના સ્થળે વાયરસના સંક્રમણના કિસ્સા વધુ નોંધાઈ રહ્યાં છે. ચીન દ્વારા વાયરસને ફેલાતો રોકવા જે લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો હતો તેની અસરના પગલે વાયરસનો ફેલાવો ઓછો થયો છે. જો કે આ લોકડાઉનના કારણે આર્થિક, સામાજીક વ્યવસ્થા ચીનમાં બગડી હોવાનું જાણવા મળે છે.
વર્લ્ડ હેલ્ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોના વાયરસના પગલે વિશ્ર્વને ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ વાયરસને નાવા માટે વિવિધ દેશોએ પગલા લીધા હતા. બે-ત્રણ અઠવાડિયા પહેલા ચીનમાં દરરોજ ૨૦૦૦ નવા કેસ નોંધાતા હતા અને ૧૦૦ લોકો મોતને ભેટતા હતા. જો કે, ત્યારબાદ વાયરસના ચેપના કિસ્સા એકાએક ઘટવા લાગ્યા છે. માત્ર ૧૦૦ કેસ શનિવારે નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. આ સત્તાવાર આંકડા છે. કોરોના વાયરસને કાબુમાં લેવા ક્યાં પ્રકારના પગલા લેવા જોઈએ તે માટે વૈશ્ર્વિક કક્ષાએ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. હાથ મિલાવવાથી દૂર રહેવું, મોઢે માસ્ક પહેરવું સહિતની સલાહ અપાઈ રહી છે.
હવામાં ફેલાતા બેકટેરીયા અંગે ભારતમાં હોલીકા દહન સહિતની પરંપરાઓ વર્ષોથી ચાલી આવી છે. આજે હોળીના પવિત્ર દિવસે હોલીકા દહન બાદ વાતાવરણમાં રહેલા હાનીકારક બેકટેરીયાનો નાશ થશે જેના પગલે ભારતમાં કોરોના વાયરસની અસર એકદમ ઓછી થઈ જશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. જો કે, હોલીકા દહન સમયે શ્રીફળ, કપુર, ધાણી, દાળીયા સહિતની વસ્તુઓ હોમવામાં આવે છે. હોલીકા દહન સમયે નિકળતી જવાળાના કારણે બેકટેરીયા, વાયરસનો નાશ થાય છે. દસકાઓથી ભારતમાં હાનીકારક વાયરસ-બેકટેરીયાનો નાશ હોલીકા દહનને કારણે થાય છે.
ખોટા ગભરાટથી શેરબજારમાં ૧૫૨૫ પોઇન્ટનો કડાકો
ભારતીય શેરબજારમાં વૈશ્ર્વિક મંદીની અસર હજુ પણ જોવા મળી રહી છે. વૈશ્ર્વિક શેરમાર્કેટ કોરોના વાયરસના ખૌફના પગલે છેલ્લા ૧૦ દિવસી સતત નીચે પડી રહ્યાં છે. ત્યારે ભારતમાં પણ બજારમાં ૧૫૨૫ પોઈન્ટનું ગાબડુ આજે ઉઘડતી બજારે પડ્યું હતું. બજારમાં આજે પણ ભારે વેંચવાલી જોવા મળી હતી. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૫૦૦ પોઈન્ટના ગાબડા સો ૩૬૦૯૦એ ટ્રેડ ઈ રહ્યો છે. જ્યારે બેંક નિફટીમાં પણ ૧૧૨૦ પોઈન્ટનું ગાબડુ જોવા મળ્યું હતું.
બેંક નિફટી વર્તમાન સમયે ૨૬૬૮૦ એ ટ્રેડ થઈ રહી છે. આ સાથે જ નિફટી-ફીફટીમાં ૪૧૨ પોઈન્ટનું ગાબડુ જોવા મળ્યું છે. બીપીસીએલ અને યશ બેંકને બાદ કરતા નિફટી ફીફટીના તમામ શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. વેદાન્તા, જીલ, રિલાયન્સ, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ, ગેઈલ અને અદાણી પોર્ટ સહિતના ટોચના શેર આજે ૧૦ ટકા સુધી તૂટી ગયા છે. બીપીસીએલ ૧૧ ટકા વધ્યો હતો. વૈશ્ર્વિક કક્ષાએ કોરોના વાયરસના ભયના પગલે અમેરિકાના ડાઉન ઝોન્સ સહિતની બજારો છેલ્લા ૧૦ ટ્રેડીંગ દિવસી સતત નીચે જઈ રહી છે. ભારતીય બજારમાં પણ છેલ્લા ૧૦ દિવસમાં સરેરાશ ૪૦૦૦ પોઈન્ટનું ગાબડુ પડી ચૂકયું હતું. આજે પણ ૧૫૦૦ પોઈન્ટનું ગાબડુ પડતા રોકાણકારોની મુશ્કેલીમાં વધારો થયો છે. બજારમાં જાણે વેંચવાલીનું મોજુ ફરી વળ્યું હોય તેમ ચોતરફ વેંચવાલીનો માહોલ જોવા મળે છે.
કોલર ટયુનથી લોકોમાં અસમંજસ વધી!!!
કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે મોબાઈલની કોલર ટ્યુનના સહારે જનજાગૃતિનો નિર્ણય સરકારે લીધો હતો. જો કે, જનજાગૃતિ માટે વગાડવામાં આવતી આ કોલર ટ્યુનની ઈફેકટ ઉંધી જોવા મળી છે. કોલર ટ્યુન સાંબળ્યા બાદ લોકોમાં વધુ ભય જોવા મળે છે. લોકો વાયરસ મુદ્દે અસમંજસમાં મુકાયા છે. હજુ સુધી ગુજરાતમાં પોઝીટીવ કેસનું પ્રમાણ ગંભીર નથી ત્યારે વારંવાર વાગતી કોલર ટ્યુનના પગલે લોકોની ચિંતામાં વધારો થયો છે. વારંવાર કોલર ટ્યુન સાંભળીને કેટલાક લોકોને માનસીક તનાવમાંથી પસાર થવું પડ્યું હોવાના દાખલા પણ સામે આવી રહ્યાં છે.