કપડા ધોનાર વ્યકિત ખાસ યુનિફોર્મ સાથે માસ્ક, હાથ મોજા અને ગમબૂટમાં સજજ: કપડા ઘોવા ડિટરજન્ટની સાથે પોટેશિયમ પરમેંનેટનો ઉપયોગ
કોરોના વાઇરસ કે બેકટેરીયા સહિતના જંતુ પ્રસરે નહીં તે માટે અનેક સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે રાજકોટની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં હાયજેનિક વાતાવરણ જાળવી રાખવા માટે દાખલ થયેલા તમામ દર્દીના કપડા, ચાદર, તકિયા ટુવાલ સહિતના કપડા રોજે રોજ ખાસ કેમિકલમાં નાખીને ધોવામાં આવી રહ્યા છે. આ વોર્ડના કપડાં ધોવામાં પણ સાવચેતી રાખીને કાર્યવાહી કરવામાં આવે છે. કોરોના સંક્રમીત દર્દીઓ દ્વારા આ જીવાણું કોઇપણ રીતે પ્રસરે નહી તેની યોગ્ય કાળજી પણ એટલી જ મહત્વની છે આ માટે હોસ્પિટલના છઠ્ઠા માળે ખાસ લૉન્ડ્રી તૈયાર કરાય છે.
આ કામગીરી સંભાળતા હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે થોડાયેલા યશસ્વીબેન જેઠવાએ જણાવ્યુ હતુ કે કોવિડ-૧૯ વોર્ડના કપડા ધોવાની કામગીરી માટે ડિરજન્ટની સાથે ખાસ કેમીકલ સોડિયમ હાયકલોરાઇટને પાણી સાથે મિક્ષકરી કપડાને બોળવામાં આવે છે. ત્યાર બાદ આ કપડાને વોશિંગ મશીનમાં ધોવામાં આવે છે.
ર્વોશિંગ મશીનમાં પણ કેમિકલ પોર્ટશ્યમ મેંગનેટ નાખવામાં આવે છે ત્યારબાદ કપડાને તડકામાં સૂકવવામાં આવે છે.
આ મામલે ઇન્ચાર્જ રિતેશ ત્રિવેદીએ વધુ માહિત આપતા જણાવ્યુ હતુ કે બેકટરીયા અને વાઇરસની અસર કપડા ઉપરથી સાફ થાય તે રીતે કપડાને વ્યવસ્થિત ધોવામાં આવે છે. દરરોજ ૧૫૦ જેટલા કપડા ધોઇને મોકલવામાં આવે છે. તેમજ કપડા ધોવાની કામગીરી કરનાર વ્યક્તિઓ પણ ખાસ યુનિફોર્મ સાથે માસ્ક, હાથમોજા અને ગમબૂટમાં સજજ રહે છે.