દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોના કાચીંડાની જેમ કલર બદલી રહ્યો છે. એક પછી એક કલર સામે આવી રહ્યા છે. વાયરસના ડબલ મ્યુટેન્ટ બાદ હવે એક નહિ બે નહિ પણ ટ્રિપલ મ્યુટન્ટ સામે આવ્યો છે. આ પ્રકારના વાયરસના મયૂટન્ટના સૌથી વધુ કેસ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે જોકે આ પ્રકારના મ્યુટન્ટથી ડરવાની નહિ પણ વધુ સાવચેતીની જરૂર છે.
અહેવાલ મુજબ થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના 60 ટકા કોરોના સેમ્પલમાં ડબલ મ્યુટેંટ જોવા મળ્યો હતો. હવે પશ્ર્ચિમ બંગાળમાં પણ ડબલ મ્યુટેંટનું વેરીએન્ટ તિવ્રતાથી ફેલાઈ રહ્યું છે. આ વેરીએન્ટનું વધુ એક મ્યુટેશન થયું છે. પરિણામે વાયરસ હવે ટ્રિપલ મ્યુટેંટમાં ફેરવાયો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ર્ચિમ બંગાળ અને છતિસગઢમાંથી લેવાયેલા સેમ્પલમાં આ ટ્રિપલ મ્યુટેશન જોવા મળ્યું છે. આ રાજયોમાં કોરોના વાયરસની બીજી લહેર ખુબ ઝડપથી ફેલાઈ રહી છે. આ રાજયોમાંથી લેવાયેલા 17 સેમ્પલમાં નવો મ્યુટેશન જોવા મળ્યો છે. આથી એવું માનવામાં આવે છે કે, ડબલ મ્યુટેશન વેરીએન્ટના કારણે કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે ત્રિપલ મ્યુટેંટ વેરીએન્ટની બાબત સામે આવતા ચિંતા ખુબ વધી ગઈ છે. આ વેરીએન્ટને વૈજ્ઞાનિક રીતે બી.1.167 નામ આપવામાં આવ્યું છે જેમાં બે પ્રકાર ઊ484ચ અને ક452છ મ્યુટેશન જોવા મળ્યા છે. વાયરસમાં બે વખત બદલાવ થઈ ગયો હોય, તેને ડબલ મ્યુટેશન કહેવાય છે. વાયરસ પોતાને લાંબા સુધી સુધી અસરકારક રાખવા માટે તેને જેનેટિક સંરચનમાં બદલાવ કરે છે આ પ્રકારના વાયરસને ખૂબ ખતરનાક માનવામાં આવે છે.
ઇન્ડિયા ટુડેની રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઊ484ઊંના આનુવંશિક વેરીયન્ટમાં અલગ રીતની વિશેષતા છે. કોઈ વ્યક્તિને એક વખત કોરોના થઈ ગયો હોય, ત્યાર બાદ તેનામાં રહેલા એન્ટીબોડી તેને બીજી વખત કોરોના થવાથી બચાવે છે. પરંતુ આ નવો વેરિયન્ટ એન્ટીબોડી ને બનવા જ દેતો નથી.
નિષ્ણાંતોનું કહેવું છે કે, બંગાળમાં 130 જેટલા સેમ્પલમાં નવો વેરીયન્ટ મળી આવ્યો છે. બંગાળમાં અત્યારે વિધાનસભાની ચૂંટણી છે. રેલીઓ અને સભાઓમાં લોકો એકઠા થઈ રહ્યા છે. ભારતની જેમ અમેરિકા સ્વીઝરલેન્ડ સિંગાપોર ઈંગ્લેન્ડમાં પણ ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટ જોવા મળ્યો છે.
વર્તમાન સમયે દેશના વૈજ્ઞાનિકોએ બીજી લહેર અંગે જાણવા માટે જીનોમ સિકવન્સની રિપોર્ટ તૈયાર કરી છે. બે એપ્રિલ પહેલાના 60 દિવસોમાં કરાયેલી જીનોમ સિક્વન્સમાં ડબલ મ્યુટેન્ટ સૌથી વધુ જોવા મળ્યું છે.
ઘણી વખત એવું બને છે કે, મ્યુટેશન બાદ વાઇરસ નબળો પડી જાય છે. પરંતુ ઘણી વખત મ્યુટેશનની પ્રક્રિયા વાઇરસને ખતરનાક બનાવી દે છે. આવી સ્થિતિમાં વાયરસ આપણાં શરીરમાં કોઈ કોશિકા ઉપર હુમલો કરે છે ત્યારે કોશિકા થોડા સમયમાં જ વાયરસની હજારો કોપી બનાવી દે છે. જેથી શરીરમાં વાયરસનો લોડ ઝડપથી વધે છે. દર્દી ખૂબ ઝડપથી બીમાર પડી જાય છે અને ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે.