હાલ આખી દુનિયા થંભી ગયી છે. ત્યારે લોકો પોતાના ઘરની ચાર દિવાલ વચ્ચે અટકી ગયા છે. તો આ ચાર દિવાલ સાથે તેઓ પોતાની જિંદગીને કઈક નવી શોધ સાથે તેને જીવતા શીખી ગયા છે. ત્યારે હાલ એક ઇન્ટરનેટ સાથે આખી દુનિયાને આપણે કોઈપણ ખૂણેથી બેસીને માળી અને જીવનને ઘણું બદલાવી શકયે છે. ત્યારે આ એક કોરોનાએ અનેક માટે તક આપી અને તેમના જીવનને ઘણું બદલી શક્યા છે. ત્યારે આજે નાના-મોટા દરેકને આ એક ઇન્ટરનેટ સાથે ગૂગલ નવું શોધી અને પોતાની લાઈફ બદલાવતા જોયા હશે. ત્યારે ઘરે બેસીને લોકો સૌથી વધુ ઇન્ટરનેટ પર શું શોધે છે તે તમને ખબર છે? કદાચ તમે પણ આમાનું એક શોધતા હોય એવું બની શકે. તો આવો તેના વિષે જાણીએ થોડું.
અવનવી વાનગીઓ
દરેક ભારતીય પોતાની વાનગી અને તેની સંસ્કૃતિમાં દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. આજે ઘરે બેઠા ઘરના દરેક વ્યક્તિ કઈક નવું શોધવા માંડ્યા છે. ત્યારે હાલ અનેક ઘરોમાં ઘરે રહી નવી વાનગી બનાવતા શીખી ગયા છે. ત્યારે ઘરના દરેક લોકો કેટ-કેટલી નવી વાનગી બહાર કરતાં પણ સારી બનાવા માંડયા છે. તો અત્યારે ઇન્ટરનેટ પર હાલ લોકો ઘરે રહી પોતાની રસોઈ કળાને વિકસાવતા ૬૦% થી લઈ આશરે સીધો ૨૦% નો વધારો નવી વાનગી બનવા માટે લોકો તેની શોધ કરી રહ્યા છે. સાથે હાલ કોરોનાની મહામારી સામે લડવા ઘરમાં લોકો ઘર ગથું ઉપચાર માટે દેશી કાઢો બનાવતા ૮૦% લોકોનો વધારો આવી દેખાયો છે.
દૂર સે મુલાકાત
અત્યારે આ કોરોનાની વિકટ પરિસ્થિતી સાથે લોકોને બહાર જવાનું તેમજ એકબીજાને મળવાનું સાવ અટકી ગયું છે. તેના કારણે હવે લોકો પોતે આ ઇન્ટરનેટ સેવા સાથે વાતો કરવા માંડ્યા છે. ત્યારે આ એક વિડીયો કોલની અનેક નવી એપલીકેશેન સામે આવી છે. ત્યારે હવે આ “દૂર સે મુલાકાતનો” હવે એક ટ્રેન્ડ ચાલ્યો છે. ત્યારે અત્યાર સુધી જે લોકો આ વિડીયો કોલ નોતા કરતાં તે હવે ઘરે બેસીને દરેક ખૂણે વિડીયો કોલથી મળ્યા હોય તેનો આનંદ માળે છે. તો હાલ તેમાં પણ વધારો જોવા મળ્યો છે. પહેલા માત્ર ૩૫% હતો તે હવે વધીને સીધો આ લોકડાઉનમાં ૭૦% જેટલો આશરે વધી ગયો છે.
ફિટનેસ ફેરફાર
આજ કાલ દરેક વ્યક્તિ પોતાની ફિટનેસને જાળવવા માટે દરેક વ્યક્તિ ખૂબ સજાગ થઈ ગયા છે. ત્યારે હવે આ કોરોનાની મહામારીમાં લોકો ઘરમાં લોક થઈ ગયા છે. ત્યારે આજે હવે લોકો પોતાના ઘરમાં રહીને ઇન્ટરનેટના માધ્યમથી પોતાની ફિટનેસનું ખ્યાલ રાખતા થઈ ગયા છે. ત્યારે ૯૦% લોકો હાલ ઇન્ટરનેટના વિવિધ માધ્યમથી પોતાની જાતે જિમ બનાવી પોતાની હેલ્થની કેરનું ધ્યાન રાખતા થઈ ગયા છે. સાથે લોકો પોતાની હેલ્થ સાથે ફિટનેસ ઘરે રહી કરતાં ઇન્ટરનેટથી શીખી ગયા. તો હવે લોકો પોતાની રીતે નવા રસ્તા અને ઇન્ટરનેટ પોતાની ફિટનેસને સાચવતા થઈ ગયા છે.