સમાજમાં જાગૃતિ લાવવા અધિકારીઓ દ્વારા ઝૂંબેશ હાથ ધરાશે
કેન્દ્ર સરકાર દ્વારા “વિશ્ર્વ ડ્રગ્સ નિષેદ દિવસની આવતી કાલે ઉજવાણીને કોરોનાનુ ગ્રહણ લાગ્યુ છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી ડ્રગ્સ નિર્ષધ દિવસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યિલ મિડિયાના માધ્યમથી ઉજવવામાં આવશે. કારણે યુવાધન બરબાદ થતુ અટકે તે માટે શાળા કોલેજ ખાતે જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો આપી ડ્રગ્સ નિષેધ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખી સોશિયલ અને ઇલેકટ્રોનિક મિડિયાના માધ્યમથી ડ્રગ્સ નિષેધ દિવસ ઉજવામાં આવનાર છે.
ભારત સરકાર દ્વારા તારીખ ૨૬ જૂનનો દિવસ વિશ્ર્વ ડ્રગ્સ નિષેદ દિવસ તરીકે ઉજવણી કરવા સારૂ અને પ્રજા તેમજ સમાજમાં જાગૃતી લાવવા સારૂ કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે રાજકોટ શહેર ખાતે કમીટીની રચના કરવામાં આવેલ જે કમીટીના ચેર પર્સન તરીકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રહેલા અને શહેર એસ.ડી.એમ. સિધ્ધરાજસિંહ ગઢવી સા. તથા ડ્રગ ઇન્સ્પેકટર ભીમીબેન હડીયા તેમજ એન.સીબ.બી. અમદાવાદના અધીકારી લાબુ રામની મીટીંગ તા.૨૨મી જૂનના રોજ કરવામાં આવ્યા ત્યાર બાદ શહેર ખાતે ડ્રગનું સેવન કરવાથી સમજમાં કેવી વિપરીત પરીસ્થિતી ઉદભવે છે તેમજ યુવાધન બરબાદ થાય છે. જેની હકીકત દર્શાવતા પોસ્ટરો તૈયારી કરાવી અને શાળા કોલેજો આજુ બાજુ લગાડવામાં આવેલ તેમજ આ અંગે અગાઉ હોય કાર્યક્રમ અંતે ગત શહેરની અલગ અલગ કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવસીટી તેમજ ઇન્ડિયન મેડીકલ એસોસીએશનને સાથે મળી સેમીનારો કરી અને બાળકો તેમજ નવયુવાનોને ડ્રગથી થતી નુકશાની અને તેનાથી દૂર રહેવા માટે માર્ગદર્શન આપી જાગૃતી લાવવાના અથવા પ્રયત્નો કરવામા આવેલ છે તેનાથી માહીતગાર કરવામાં આવ્યા છે. તેમજ સોસીયલ મીડીયા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વિ)ના માધ્યમ મારફત તેમજ પ્રીન્ટ તથા ઇલેકટ્રોનિકસ મીડિયા મારફતે જાગૃતિ લાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાહ તથા જોઇન્ટ પોલીસ કમિશ્ર્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્ર્નર ઝોન-૧ પ્રવિણકુમાર તથા નાયબ પોલીસ કમિશ્ર્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ જે.એચ. સરવૈયાના માર્ગદર્શન અન્વયે સને ૨૦૧૮માં રાજકોટ શહેર પોલીસ દ્વારા એન.ડી.પી.એસ.ના છ કેસો તેમજ સને ૨૦૧૯માં વીશ કેશો અને ચાલુ વર્ષે પાંચ કેસો શોધી કાઢવામાં આવ્યા છે.
રાજકોટ શહેર પોલીસ નાર્કોટીકસ ડ્રગ્સ સબંધી પ્રવૃતીને સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા કટીબધ્ધ છે જેના પરીણામ સ્વપ શહેર વિસ્તારમાં ગે.કા. વેચાણ કરતા નાનામા નાના જથ્થા ને પણ શોધી કાઢી આરોપીઓને પકડી પાડી અને અસામાજીક પ્રવૃતીને ડામી દેવામાં સફળતા પ્રાપ્ત કરી હોવાનું પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.