લાઈફ બ્લડ સેન્ટરમાં રકતદાન  કરવા લોકોને અપીલ

હાલની કોરોના મહામારી ના સંદર્ભમાં યોજાતા રક્તદાન કેમ્પનું પ્રમાણ ઘટ્યું છે અને લોહીના પુરવઠાને પણ અસર પહોંચી છે ત્યારે સરકાર ના આદેશ અનુસાર તકેદારીના ભાગરૂપે રક્તદાન કેમ્પ ને બદલે લાઈફ બ્લડ સેન્ટરમાં આવી ને રક્તદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

કોરોનાને કારણે બીજા રોગના દર્દીઓ કે જેમને રક્તની અત્યંત આવશ્યકતા છે તેમના માટે સ્વૈચ્છિક રક્તદાતાઓને લાઈફ બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કરવા અને અન્યને આ માટે પ્રેરણા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. માર્ગ અકસ્માત અથવા કોઈ પણ પ્રકારની કટોકરીના સમયમાં તેમ જ ગર્ભવતી મહિલાઓના ઓપેરશન વખતે, લાંબા જટિલ ઓપેરશન વખતે, અને થેલેસેમિયા મેજરના દર્દીઓને હમેશા રક્તની જરૂર રહેતી હોય છે.આવા સંજોગોમાં લાઈફ બ્લડ સેન્ટર ૨૪-વિજય પ્લોટ, જે. કે. હોન્ડા શોરૂમ ની પાછળ, માલવિયા રોડ, રાજકોટ – ખાતે સવાર ના ૮:૦૦ થી રાત્રી ના ૦૯:૦૦ વાગ્યા દરમિયાન રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી માટે ફોન નંબર ૨૨૩ ૪૨ ૪૨ અને ૨૨૩ ૪૨ ૪૩ અથવા મોબાઈલ નંબર ૮૫ ૧૧ ૨૨ ૧૧ ૨૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.