ભારતના એક જ અઠવાડિયામાં 22.50લાખ કેસ, મૃત્યુદરમાં પણ ભયંકર ઉછાળો 

કોરોના વાયરસની બીજી લહેરે ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ગુજરાત રાજ્યની દિન-પ્રતિદિન સ્થિતિ વધુ વણસતી જઈ રહી છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં કોરોના કેસમાં પાંચ ગણો ઉછાળો થયો છે. જે ખતરાની ઘંટડી સમાન છે. કેસ વધતા મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં પણ ખબર ઉછાળો થયો છે. 10 હજારની વસ્તીએ ગણતરી કરીએ તો રાજ્યમાં દર 10 હજારે 4 નવા  કેસ જોવા મળી રહ્યા છે એમાં પણ ગુજરાતમાં સૌથી વધુ ભયંકર સ્થિતિ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં છે. આ 4 શહેરોમાં પોઝિટિવ રેટ 72 ટકાએ પહોંચી ગયો છે. જે 10 એપ્રિલ સુધી 67 ટકા હતો.  છેલ્લા 24 કલાકમાં નવા કેસ  14 હજાર કરતાં પણ વધુ નોંધાયા છે. દેશભરની વાત કરીએ તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3.55 લાખ નવા કેસ નોંધાયા છે તો 2807 લોકોના મોત થયા છે. જે વિશ્વમાં એક દિવસમાં નોંધાયેલા નવા કેસ અને મોતનો સૌથી મોટો આંકડો છે. છેલ્લા એક અઠવાડિયામાં ભારતમાં 22.50 લાખ નવા કેસ નોંધાયા છે. તો મૃત્યુ દરમાં અધધ… 89 ટકાનો ઉછાળો નોંધાયો છે. એક દિવસમાં

કોરોનાના  કેસ ત્રણ લાખને પાર નોંધાયા હોય એવો વિશ્વનો એકમાત્ર દેશ અત્યાર સુધી અમેરિકા હતો તેને પણ પાછળ છોડી ભારતે નવો વિક્રમ સર્જયો છે. દેશમાં કોરોનાની  આ ગતિ અતિ ખતરનાક સાબિત થઈ રહી છે. દેશમાં સૌથી વધુ ભયંકર સ્થિતિ મહારાષ્ટ્રની છે ત્યાર બાદ ઉત્તર પ્રદેશ અને કર્ણાટક આવે છે. મહારાષ્ટ્ર 66191 કેસ નોંધાયા છે. 30 હજારથી 40 હજારની વચ્ચે કેસ નોંધાઈ રહ્યા હોય તેવા ઉત્તર પ્રદેશ અને કર્ણાટક રાજ્ય છે. જ્યારે 20 હજારથી 30 હજારની વચ્ચે કેસ નોંધાયા હોય તેવા કેરળ અને દિલ્હી છે પરંતુ હાલ રાજધાની દિલ્હીની પણ પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.